તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:દામનગરમાં સતાધાર રૂટની ST બસ બંધ થતા મુસાફરાેને હાલાકી

દામનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • જિલ્લા મથકે અપડાઉન કરતા લાેકાે પરેશાન
 • તાકીદે બસ શરૂ કરાય તો લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે

દામનગરમા સવારે 8:30 કલાકે અાવતી અને 9 કલાકે ઉપડતી સતાધાર રૂટની અેસટી બસ સેવા બંધ કરાતા મુસાફરાેને અગવડતા વેઠવી પડી રહી છે. અહીથી જિલ્લા મથકે અપડાઉન કરતા મુસાફરાે મુશ્કેલીમા મુકાયા છે. દામનગરમા અામેય લાંબા અંતરની અેસટી બસાેની સુવિધા લાેકાેને મળતી નથી.

ત્યારે હાલમા સતાધાર રૂટની બસ સેવા બંધ કરાતા મુસાફરાેને અગવડતા વેઠવી પડી રહી છે. અહીથી દરરાેજ મુસાફરાે જિલ્લા મથકે અા બસમા અપડાઉન કરતા હાેય છે. શહેરીજનોએ ધારાસભ્ય, સાંસદ સહિતને લેખિત રજુઆત કરી હતી. તેમજ અેસટીના નિયામકને પણ અા રૂટ શરૂ કરવા રજુઅાત કરાઇ હતી.

ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને જિલ્લા મથકે અવરજવર કરવા માટે અા બસની સરળતા રહેતી હાેય છે. અહીથી સવારના 9 કલાકે જિલ્લા મથકે જઈ સરકારી કચેરીઓના કામકાજ સમયે પહોંચી શકાય અને બપોરના દાેઢ વાગ્યે પરત પહોચી જતા મુસાફરો માટે રાહત રૂપ રૂટ બંધ થતાં મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે તાકિદે અા રૂટ શરૂ કરવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો