નુકસાનની ભીતિ:દામનગરમાં રૂા. દોઢ કરોડના ખર્ચે પુલ બનાવ્યો છતાં વરસાદી પાણીનો ભરાવો

દામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુલની બંને સાઇડમાં વરસાદી પાણી ભરાયેલા રહેતા હોઇ પુલને નુકસાનની ભીતિ

દામનગરમા 125 વર્ષ જુના પુલને તોડી તંત્ર દ્વારા રૂપિયા દોઢ કરોડના ખર્ચે નવો પુલ બનાવવામા આવ્યો છે. જો કે પુલની બંને સાઇડમા વરસાદી પાણીનો ભરાવો થઇ રહ્યો હોય પુલને નુકશાનની ભીતિ ઉભી થઇ છે. સરકાર દ્વારા તાજેતરમા વંદે ગુજરાત વિકાસયાત્રા અમરેલી જિલ્લામા ફરી રહી છે. અનેક વિકાસના કોમોનુ લોકાર્પણ અને ખાતમુર્હુત કરાયા છે.

તેની વચ્ચે દામનગરમા રૂપિયા દોઢ કરોડના ખર્ચે પુલનુ નિર્માણ તો કરાયુ છે. પરંતુ હાલ પુલની બંને સાઇડમા વરસાદી પાણીનો ભરાવો થઇ રહ્યો છે.શહેરમા 125 વર્ષ જુનો પુલ તોડી નાખવામા આવ્યો હતો અને અહી રૂપિયા દોઢ કરોડના ખર્ચે નવા પુલનુ નિર્માણ કરાયુ છે. હાલ ચોમાસામા મેઘમહેર થઇ રહી છે ત્યારે આ પુલની બંને સાઇડમા વરસાદી પાણી ભરાયેલુ જ રહે છે. જેને પગલે આગામી સમયમા આ પુલને નુકશાની પહોંચે તેવુ જોવા મળી રહ્યું છે. નવા પુલની કામગીરી યોગ્ય કરાઇ ન હોય આવી સ્થિતિ જોવા મળી રહી છે. તસવીર- વિનોદ જયપાલ

અન્ય સમાચારો પણ છે...