આત્મહત્યા:દામનગરમાં વૃદ્ધ પતિ- પત્નિએ ઝેરી દવા પી સજોડે આપઘાત કર્યો

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

દામનગરમાં ઉંડપા શેરી વિસ્તારમાં ગઈકાલે સાંજે એક વૃદ્ધ દંપતીએ સાથે જ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બંને વચ્ચે ખટરાગ પણ ચાલતો હતો. વૃદ્ધ પતિ- પત્નિના સજોડે આપઘાતની આ ઘટના દામનગરમાં ઉંડપા શેરી વિસ્તારમાં ગઈકાલે સાંજે સાડા પાંચેક વાગ્યાના સુમારે બની હતી. અહી રહેતા વાલજીભાઈ ઉકાભાઈ વાવડીયા ( ઉ.વ. 65 ) તથા અમૃતબેન વાલજીભાઈ વાવડીયા( ઉ.વ. 60) નામના દંપતિએ પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લીધી હતી. જેને પગલે આ દંપતિને સારવાર માટે દામનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. જ્યા બંનેનું ટુકી સારવાર દરમિયાન મોત થયું હતું.

બનાવ અંગે મૃતક દંપતિના પુત્ર સુરેશભાઈ વાલજીભાઈ વાવડીયાએ દામનગર પોલીસને જાણ કરતા પોલીસ ટીમ દોડી આવી હતી. સુરેશભાઈએ પોલીસને એવું જણાવ્યું હતું કે બનાવના સમયે તેના માતા- પિતા ઘરે એકલા હતા. અમૃત બહેનને મગજની બિમારી હોય જેના કારણે પતિ- પત્નિ વચ્ચે અવાર - નવાર બોલાચાલી અને નોકજોક થતી હતી. દરમિયાન ગઈકાલે બંને એકલા હતા. ત્યારે કોઈ ઝેરી દવા પી લીધી હતી.

મોરવાડાના યુવકનો ઝેર પી આપઘાત
વડીયા તાલુકાના મોરવાડા ગામના રાજુભાઈ નાજભાઈ બસીયા ( ઉ.વ. 45 ) નામના યુવાને ગઈકાલે કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે જૂનાગઢ દવાખાને ખસેડાયા હતા. જ્યા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...