જુગાર:ચિતલ ગામમાં 9 જુગારી 1.17 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામા જુગારની બદીને ડામવા પાેલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા અાવી રહી છે. ત્યારે અેલસીબી પાેલીસે બાતમીના અાધારે અમરેલીના ચિતલ ગામની સીમમા 9 જુગારીને ઝડપી પાડયા હતા. પાેલીસે અહીથી કુલ રૂપિયા 1.17 લાખનાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ચિતલ ગામની સીમમા ઇંગાેરાળા તરફ જવાના રસ્તે જાહેરમા જુગાર રમી રહેલા દિનેશ છગનભાઇ દેસાઇ, કલ્પેશ અરજણભાઇ બાબરીયા, ભાવેશ બાબુભાઇ પરમાર, દીપક ઇન્દુભાઇ વાળા, રામજી સવજીભાઇ તેરવાડીયા, ચંદુ સુરાભાઇ ચાડમીયા, ધીરૂ લાલજીભાઇ પટાેળીયા, સુરેશ ગાેવિંદભાઇ વાડદાેરીયા અને દિનેશ નરશીભાઇ ગાેહિલ નામના શખ્સાેને ઝડપી પાડયા હતા.

પાેલીસે અહીથી રાેકડ રૂપિયા 81200 તેમજ 10 માેબાઇલ કિમત રૂપિયા 36500 મળી કુલ રૂપિયા 1.17 લાખનાે મુદામાલ કબજે લીધાે હતાે. અેલસીબીના ઇન્ચાર્જ અાર.કે.કરમટા તથા પીઅેસઅાઇ પી.અેન.માેરી સહિત સ્ટાફે અા કામગીરી કરી હતી. પાેેલીસના અા દરાેડાથી જુગારીઅાેમા ફફડાટ ફેલાયાે હતાે.

અન્ય સમાચારો પણ છે...