વિવાદ:ચૌત્રામાં પિતા પુત્ર પર ધારીયા ભાલા વડે હુમલો

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 6 શખ્સે જૂનું મનદુ: ખ રાખી બોલાચાલી કરી

રાજુલા તાલુકાના ચૌત્રામા રહેતા એક યુવકને અહી જ રહેતા છ શખ્સોએ અગાઉનુ મનદુખ રાખી ધારીયા અને પાઇપ તેમજ ભાલા જેવા હથિયારથી હુમલો કરી ઇજા પહોંચાડતા તેણે આ બારામા રાજુલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

અહી રહેતા હરપાલભાઇ ભાભલુભાઇ બોરીચા (ઉ.વ.19) નામના યુવકે રાજુલા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે ગ્રામ પંચાયતની ચુંટણીનુ મનદુખ રાખી તેમજ પાન માવાની દુકાન ચાલુ કરવા મુદે શિવરાજ જેતુભાઇ ગોવાળીયા, હિમત મંગાભાઇ જોગદીયા, દિલીપ ચંપુભાઇ ગોવાળીયા, સુરેશ જેતુભાઇ ગોવાળીયા, જયદીપ જોરૂભાઇ ગોવાળીયા અને જગદીશ મંગાભાઇ નામના શખ્સોએ બોલાચાલી કરી હતી.

આ શખ્સોએ તેના પર ધારીયા અને પાઇપ જેવા હથિયારથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. તેમજ યુવકના પિતાને પણ ભાલા વડે ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે એએસઆઇ ડી.ડી.મકવાણા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...