ધમકી:ચારોડીયામાં મલબારી નીમના 49 વૃક્ષ કાપી નાખી વૃદ્ધ ખેડૂતને ધમકી આપી

અમરેલી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેતરમાંથી પસાર થતી વીજલાઇનને વૃક્ષાે નડતરરૂપ થતા હાેઇ ગાળાે આપી

રાજુલા તાલુકાના ચારાેડીયાની સીમમા આવેલ ખેતરમા પીજીવીસીઅેલની વિજલાઇનને નડતરરૂપ મલબારી નીમના 49 વૃક્ષાે કાપી નાખી અહી જ રહેતા અેક શખ્સે વૃધ્ધ ખેડૂતને મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા રાજુલા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

વૃધ્ધ ખેડૂતને ધમકી આપી વૃક્ષાે કાપી નાખી નુકશાન કર્યાની આ ઘટના રાજુલાના ચારાેડીયાની સીમમા બની હતી. વાવેરામા રહેતા અને ચારાેડીયાની સીમમા ખેતર ધરાવતા ભીખાભાઇ પ્રેમજીભાઇ ગજેરા (ઉ.વ.60) નામના ખેડૂતે રાજુલા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે સવારના સાતેક વાગ્યે વાવેરા ગામની સીમમા આવેલ વાડીઅે પત્ની સાથે કપાસ વિણવાનુ કામ કરી રહ્યાં હતા.

બાદમા તેઅાે ચારાેડીયાની સીમમા આવેલ તેમના ખેતરમા અાંટાે મારવા ગયા હતા.તેઅાે ખેતરમા પહાેંચ્યા ત્યારે ખેતરમા વાવેલા મલબારી નીમના વૃક્ષાે કપાઇ ગયેલી હાલતમા પડયા હતા. વાવાઝાેડા દરમિયાન તેમના ખેતરમા પીજીવીસીઅેલના પાેલ પડી ગયા હતા.

ત્યારે બાજુના ખેતરવાળા લાલજીભાઇ બાલુભાઇ કાેટડીયાઅે ત્યાં અાવીને કહ્યું હતુ કે તારા ખેતરમા મલબારી નીમના ઝાડ તુ કાપી નાખજે. ઝાડના કારણે અમારી વાડીમા અવારનવાર વિજલાઇનમા ફાેલ્ટ સર્જાય છે તેમ કહી મારી નાખવાની ધમકી પણ અાપી હતી. બાદમા તારીખ 15/11ના રાેજ લાલજીભાઇઅે ખેતરમા ગેરકાયદે પ્રવેશ કરી મલબારી નીમના 49 વૃક્ષાે કિમત રૂપિયા 49 હજાર કાપી નાખી નુકશાન કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...