અમરેલી જિલ્લામા સતત માવઠુ વરસી રહ્યું છે ત્યારે આજે વરસાદનુ આગમન સવારના પહોરમા થયુ હતુ. રાજુલા તાલુકાના દરિયાકાંઠાના ચાંચમા સવારના સમયે માવઠાથી મીઠાના અગરોમા મોટુ નુકશાન થયુ હતુ.
રાજુલા તાલુકાના ચાંચબંદર તથા આસપાસના વિસ્તારમા આજે સવારે દસેક વાગ્યાના સુમારે કમોસમી વરસાદ તુટી પડયો હતો. આ વિસ્તારમા મોટા પ્રમાણમા મીઠાના અગરો આવેલા છે. આજના માવઠાથી મીઠાના અગરોનુ ધોવાણ થયુ હતુ. તૈયાર મીઠાના ઢગલાઓ પર પણ પાણી ફરી વળ્યું હતુ.
ચાંચ ગામના માજી સરપંચ કાનજીભાઇ ચૌહાણે જણાવ્યું હતુ કે આ કમોસમી વરસાદથી અહીના માછીમારોને પણ નુકશાન થયુ છે અને મીઠાના અગરોમા પણ નુકશાન થયુ છે. જેથી સરકારે તાત્કાલિક આ અંગે સર્વે કરી નાના ઉદ્યોગકારોને સહાય આપવી જોઇએ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.