તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:ચલાલામાં અગાઉના મનદુ:ખ મુદ્દે ચાર શખ્સે આધેડને પાઇપ ઝીંકયાે, સમાધાનનાે વિવાદ ચાલતાે હાેય બાેલાચાલી કરી

અમરેલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સામસામી ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી

ચલાલામા રહેતા એક આધેડની પુત્રવધુને ભગાડી જવા મુદે સમાધાનનાે વિવાદ ચાલતાે હાેય તે મુદે મનદુખ રાખી ચાર શખ્સાેએ તેના પર પાઇપ વડે હુમલાે કરી ઇજા પહાેંચાડતા તેણે આ બારામા ચલાલા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. આધેડ પર હુમલાની આ ઘટના ચલાલામા બની હતી. અહી રહેતા માેહનભાઇ બચુભાઇ માથાસુળીયા (ઉ.વ.50) નામના આધેડે ચલાલા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના પુત્રવધુને અગાઉ ભગાડી ગયા મુદે સમાધાનનાે વિવાદ ચાલતાે હાેય મુકેશ વલકુ માથાસુળીયા, મહેશ વલકુ, કાળુ નનુભાઇ, નનુ બચુભાઇએ બાેલાચાલી કરી પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી.

જયારે નનુભાઇ બચુભાઇ માથાસુળીયાએવળતી નાેંધાવેલી પાેલીસ ફરિયાદમા જણાવ્યું હતુ કે મુકેશ મજુરીના પૈસા દેવા જતા જુના વિવાદના કારણે માેહન બચુ માથાસુળીયા, જાદવ માેહન, કાળુ માેહન અને ભાનુબેને બેાલાચાલી કરી પાઇપ વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ એએસઆઇ ડી.એ.રબારી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો