કાર્યવાહી:ચલાલામાં સંબંધી હોવાની ખોટી ઓળખ આપી 2 મોબાઇલ ચોરી જનાર 2 ઝડપાયા

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકના હાથમાંથી મોબાઇલ ખેંચી નાસી ગયા હતાં

ચલાલાના સાટોડીપરામા બે દિવસ પહેલા એક વૃધ્ધાના ઘરમા જઇ તેમના સંબંધી હોવાની ઓળખ આપી વાતચીતમા પરોવી રાખી બે મોબાઇલ ચોરીને નાસી ગયેલા ચલાલાના બંને શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. ચલાલાના પીએસઆઇ એ.વી.સરવૈયા તથા સ્ટાફના મહિરભાઇ ચુડાસમા, બાલકૃષ્ણભાઇ મહેતા, રોહિતભાઇ રાખોલીયા વિગેરેએ આજે આ ચોરી અંગે ચલાલાના સુનીલ હરેશ રાઠોડ અને હમીર રમેશ માથાસુળીયા નામના શખ્સોની ધરપકડ કરી હતી.

આ બંને શખ્સો ગત ત્રીજી તારીખે હસમુખભાઇ મનસુખભાઇ કાથરોટીયાના ઘરે ગયા હતા. જયાં તેમના બા એકલા હતા.બંને શખ્સોએ તેમના સંબંધી હોવાનુ કહી પ્રથમ બે હજાર રૂપિયા ઉછીના માંગ્યા હતા જે વૃધ્ધાએ આપ્યા ન હતા. બાદમા આ શખ્સો બે મોબાઇલ ચોરીને નાસી ગયા હતા. ચલાલા પોલીસે રૂપિયા 22490ની કિમતના બંને મોબાઇલ તેમની પાસેથી કબજે લીધા છે.

અન્ય સમાચારો પણ છે...