તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી થશે:અમરેલી પોલીસ દ્વારા ભાજપના કાર્યકરોને માર મારવાના મામલે સી.આર.પાટીલે કહ્યું કાયદો કાયદાનું કામ કરશે અને કાર્યવાહી તો થશે

અમરેલી17 દિવસ પહેલા
 • કૉપી લિંક

અમરેલી શહેરમાં સારહી ગ્રુપના કોરોના વેક્સિનનેશન કાર્યક્રમમાં ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના ગાઈડ લાઈનનું પાલન થાય તેવી રીતે કાર્યકમ યોજયો હતો.

જેમાં ત્રણ દિવસમાં 5000 કરતા વધુ લોકોને કોરોના વેક્સિન અપાશે. કાર્યક્રમમાં ભાજપના નેતા દિલીપ સંઘાણી, સાંસદ નારણ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ના લોકો ઉપસ્થિત રહ્યાં હતા. અને વધુને વધુ કોરોના વેક્સિન અપાય તે માટે કામગીરી કરવા માટે સૌવ કોઈને અપીલ કરી હતી. સાથે સાથે સી.આર પાટીલે અલગ અલગ ત્રણ જેટલા કાર્યક્રમમાં હાજરી આપી હતી.

બીજી તરફ આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. અને ગઈ રાતે પોલીસ સાથે બનેલી ઘટનાનો ગણગણાટ સતત ચાલતો હતો. હજુ પણ એએસપી અભય સોની સામે કોઈ કાર્યવાહી નહિ થતા ભાજપના સાંસદ નારણ કાછડીયા, દિલીપ સંઘાણી જેવા નેતાઓ નારાજ જોવા મળી રહ્યાં છે. જે રીતે ગઈ રાતે વેક્સિનેશન કાર્યક્રમની તૈયારી કરતા હતા અને પોલીસે માર માર્યાનો ભાજપના નેતા દિલીપ સંઘાણી દ્વારા આક્ષેપ કર્યા બાદ ઉચ્ચ કક્ષાએથી કાર્યવાહી થશે તેવી ખાત્રી મળ્યા બાદ મોડી રાતે મામલો થાળે પડ્યો હતો. જ્યારે દિલીપ સંઘાણી હજુ પણ તેમની માંગણી સાથે અડગ છે. કાર્યવાહી નહિ થાય તો ગમે ત્યારે મોરચો માંડી શકે છે. ગઈ રાતે જ સરકાર સામે આ મુદ્દા આવશે તેવી જિલ્લા પોલીસ વડાને ચીમકી પણ ઉચ્ચારી દીધી હતી

રાતની ઘટના બાબતે ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કાર્યવાહી થશે

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અમરેલી પહોંચતા પત્રકારોએ ભાજપના કાર્યકરો સાથે બનેલી ઘટના અંગે સવાલ પૂછતા સી.આર.પાટીલે કહ્યું હતુ કે કાર્યવાહી થશે. સાથે એવું પણ નિવેદન આપ્યુ છે કે કાયદો કાયદાનું કામ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો