મારી નાખવાની ધમકી:બગસરામાં મારી સામે શું કામ જુએ છે કહી મહિલાને મારમાર્યો, બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવતી અને તેની માતાએ જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો બોલી ગાળો આપી

બગસરામા નટવરનગરમા રહેતા એક મહિલાને અહી જ રહેતી એક યુવતી અને તેની માતાએ બોલાચાલી કરી મારમારી ઇજા પહોંચાડી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરતા તેણે આ બારામા બગસરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. મહિલાને મારમાર્યાની આ ઘટના બગસરામા બની હતી.

અહીના નટવરનગરમા રહેતા દિપાલીબેન હિરેનભાઇ જાદવ (ઉ.વ.19) નામની યુવતીએ બગસરા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ ડો.કામળીયાના દવાખાને નોકરી કરે છે અને સાંજના સમયે તેના સાસુ ગીતાબેન અને નણંદ મનીષાબેન સાથે તેઓ શાકમાર્કેટમા ગયા હતા ત્યારે ખુશીબેને મારી સામે શું કામ જુએ છે કહી બોલાચાલી કરી હતી.

બાદમા ખુશી અને તેના માતા હોસ્પિટલે ધસી આવ્યા હતા અને મારમારી ઇજા પહોંચાડી હતી. અને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ગાળો આપી હતી. જયારે ખુશીબેન ભીખુભાઇ શેખે વળતી નોંધાવેલી ફરિયાદમા જણાવ્યુ હતુ કે તેના ઘરેથી નીકળી કામકાજ અર્થે તેમજ કોલેજ જતી હતી ત્યારે હિરેન તેનો પીછો કરી મોબાઇલ નંબર આપવાની કોશિષ કરતો હતો અને મોબાઇલ નંબર આપવાની ના પાડતા હિરેને મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બંને પક્ષેથી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક એ.જી.ગોહિલ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...