બગસરા પોલીસે દારૂના નશામાં ધૂત એક વ્યક્તિને પકડી લીધો હતો. અને પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા હતા. તેવા પોલીસ સ્ટેશનમાં તેમની પત્ની અને દિકરો પહોંચ્યા હતા. સમગ્ર પોલીસ સ્ટેશનને માથે લઈ કર્મચારીઓને ગાળો આપી હતી. અંતે પોલીસે ત્રણ લોકો સામે ફરજ રૂકાવટનો ગુનો નોંધ્યો હતો.
બગસરા પોલીસ સ્ટેશનમાં લોક રક્ષક તરીકે ફરજ બજાવતા વનિતાબેન બાબુભાઈ વાળાએ ફરીયાદમાં જણાવ્યું હતું કે બગસરાના નટવરનગરમાં રહેતા હિનાબેન અશોકભાઈ કાટીયા અને ધવલ કાટીયા બંને પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. અને કહ્યું હતું કે અશોક રવજીભાઈ કાટીયાને કેમ પકડી લઈ આવ્યા છો. તે સમયે પીઆઈ એચ.કે. મકવાણાએ મા - દિકરાને કહ્યું હતું કે અશોક કાટીયાને દારૂ પીવાના ગુનામાં પકડી લાવ્યા છીએ.
જેના કારણે મા- દિકરો બંને ઉશ્કેરાઈ ગયા હતા. સમગ્ર પોલીસ સ્ટેશનમાં ઉતપાત મચાવ્યો હતો. અને પીઆઈ એચ. કે. મકવાણા અને પોલીસ કર્મચારીઓને ગાળો આપી હતી. અને ફરજમાં રૂકાવટ કરી હતી. પોલીસે ત્રણેય લોકો સામે ફરજ રૂકાવટનો ગુનો નોંધ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.