તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • In Babra, Amreli, Some Persons Kidnapped Two Youths And Beat Them To Death. Complaint Against Eight Persons Including A Woman.

વાઈરલ વીડિયો:અમરેલીના બાબરામાં કેટલાક શખ્સોએ બે યુવકોને બંધક બનાવી ઢોર માર માર્યો, મહિલા સહિત આઠ વ્યકિત સામે ફરિયાદ

અમરેલીએક મહિનો પહેલા
આઠ વ્યકિતએ બે યુવકોને બંધક બનાવી ઢોર માર માર્યો
 • યુવતીને ભગાડી જવાના મનદુઃખમાં માર માર્યો હોવાનો ખુલાસો પોલીસે માર મારનારા આરોપીઓને રાઉન્ડઅપ કર્યા

પાંચથી છ જેટલા યુવકો બે શખ્સને પાઈપ અને લાકડી વડે ઢોર માર મારતા હોવાનો એક વીડિયો અમરેલી જિલ્લામાં સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેંદ્ર બન્યો છે. પ્રાથમિક તપાસમાં આ વીડિયો બાબરા શહેરનો હોવાનુ સામે આવ્યું છે. યુવકોને ઢોર માર મારનારા વ્યકિતઓ સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધા હોવાનું જાણવા મળ્યું છે.

સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા વીડિયોમાં બે યુવકોને એક હોલમાં પાંચથી છ જેટલા શખ્સો દ્વારા ઢોર માર મારવામા આવી રહ્યો છે. વીડિયોમાં આરોપીઓ અપશબ્દો બોલતા જોવા મળી રહ્યા છે.

ભોગ બનનાર યુવક દ્વારા આ મામલે એક મહિલા સહિત આઠ વ્યકિત સામે પોલીસ ફરિયાદ નોંધાવવામા આવી છે. આરોપીઓ દ્વારા સૌ પ્રથમ ભોગ બનનારને સ્મશાનમાં પલંગ ચોરી મામલે પૂછપરછ કરવા બોલાવાયો હતો. ત્યારબાદ યુવતીને ભગાડી જવાનું મનદુઃખ રાખી ઢોર માર મરાયો હોવાની ફરિયાદ નોંધાવવામા આવતા બાબરા પોલીસે મોટાભાગના આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધા છે.

આરોપીઓના નામ

 • સાગર ભૂપતભાઈ ચૌહાણ
 • વારીસભાઈ ઉર્ફે લાલો અલીભાઈ બ્લોચ
 • વિમલભાઈ ઉર્ફે વિમલો બટુકભાઈ દેત્રોજા
 • હિતેષભાઈ બટુકભાઈ દેત્રોજા
 • ધીરુભાઈ તલસાણીયા
 • કાદુભાઈ તલસાણીયા
 • ધીરુભાઈનો ભાઈ (નામ ખબર નથી)
 • ધીરુભાઈના પત્ની (નામ ખબર નથી)
અન્ય સમાચારો પણ છે...