કાર્યવાહી:બાબરામાં 6 શખ્સ સામે પાેલીસની ફરજમાં રૂકાવટ સબબ ગુનાે નાેંધાયાે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુગારના દરાેડા વખતે પાેલીસની કામગીરી અટકાવી હતી : ચાર જુગારી ઝડપાયા

બાબરામા અેક રહેણાંકમા જુગારધામ ચાલતુ હાેવાની બાતમીના આધારે અેલસીબી પાેલીસે અહી જુગાર અંગે દરાેડાે પાડયાે હતાે. પાેલીસે અહીથી જુગાર રમી રહેલા ચાર શખ્સાેને ઝડપી લઇ રૂપિયા 22630નાે મુદામાલ કબજે લીધાે હતેા. જાે કે આ દરમિયાન છ શખ્સાેઅે પાેલીસની ફરજમા રૂકાવટ કરતા પાેલીસે તેમની સામે ગુનાે નાેંધી ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અેલસીબી પાેલીસે મેઇન બજારમા ખાખરીયા ચાેરા પાસે અલારખ કાસમભાઇ મેતરના રહેણાંકમા જુગાર અંગે દરાેડાે પાડયાે હતાે. પાેલીસે અહીથી અલારખ મેતર, ભરત જૈતાભાઇ વાળા, અશ્વિન રાસડીયા તેમજ અનીલ ભીખુભાઇ વાળા નામના શખ્સાેને જુગાર રમતા ઝડપી લઇ રાેકડ અને માેબાઇલ મળી કુલ રૂપિયા 22360નાે મુદામાલ કબજે લીધાે હતાે. પાેલીસના દરાેડા દરમિયાન અલારખ મેતરના સંબંધીઅાેઅે પાેલીસની કાર્યવાહી અટકાવવાની કાેશિષ કરી અહી શું કામ આવ્યા છાે, કાેને પુછીને અમારા ઘરમા આવ્યાે છાે, ઘરમા આવવાનુ ભારે પડી જશે તેમ કહી જુગારીઅાેને લઇ જતા અટકાવતા પાેલીસે મુસ્તકીમ મુસ્તાક મેતર, હનીફ અલારખ મેતર, શબનમબેન મુસ્તાક મેતર, અમીનાબેન અલારખ, ફરીદાબેન મુસ્તાક, મુમતાઝબેન હનીફ વિગેરે સામે પાેલીસની ફરજમા રૂકાવટ સબબ ગુનાે નાેંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ખડકાળા અને ખીજડીયામાંથી 12 જુગારી ઝડપાયા
પાેલીસે સાવરકુંડલાના ખડકાળામાથી ભરત બાવકુ ખુમાણ, રાજવીર મનુ ખુમાણ, ભરત ગાેબર સાથળા, ભુપત પાેપટ, અવકાશ હર્ષદ નામના શખ્સાેને જુગાર રમતા ઝડપી લઇ 8460ની મતા કબજે લીધી હતી. જયારે ખીજડીયાના પાટીયા પાસેથી વિનાેદ સિધ્ધપુરા, સાગર પાેપટાણી, પ્રવિણ પટેલ, સતીષ ગજેરા, સુરેશ ભડકણ, ભરત ધાનાણી નામના શખ્સાેને પણ જુગાર રમતા ઝડપી લઇ 73400નાે મુદામાલ કબજે લીધાે હતાે.

અન્ય સમાચારો પણ છે...