કોંગ્રેસના ગઢમાં ગાબડું:અમરેલી વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસને વધુ એક ફટકો, 100 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા

અમરેલી9 દિવસ પહેલા

અમરેલી જિલ્લાને કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે. જોકે, કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે. કોંગ્રેસના મહત્વના હોદેદારો સહિત 100 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા છે. અમરેલી યુવક કોંગ્રેસના કાર્યકરો અને NSUIના હોદ્દેદારો કોંગ્રેસ છોડી કેસરીયો ધારણ કરી લીધો છે.
અમરેલીનું રાજકારણ ગરમાયું
NSUI ગુજરાત પ્રદેશ મંત્રી કામળિયા પ્રતાપભાઈ, અમરેલી જિલ્લા યુવા કોંગ્રેસ મીડિયા ઇન્ચાર્જ સાગર ટાંક, શહેર યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ યુવરાજ જેબલીયા, યુવા મંત્રી નિશ્ચિય જોષી, અમરેલી વિધાનસભા બેઠકના યુવા કોંગ્રેસ મીડિયા ઇન્ચાર્જ જીગર શેખડા સહિત 100 જેટલા કોંગ્રેસના કાર્યકરોએ ભાજપમાં પ્રવેશ કરતા ખેસ પહેરાવી તમામનું સ્વાગત કર્યું હતું. કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાઈ જતા અમરેલીનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસથી નારાજ થયેલા તેમજ મોદીની વિચાર શેલી પસંદ કરનાર કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. જેથી ભાજપના નેતાઓએ પ્રવેશ અપાવી ખેસ પહેરાવી આવકારી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...