ડુંગળીએ ખેડૂતોને રડાવ્યાં:અમરેલીના વડીયામાં ડુંગળીનો પૂરતો ભાવ ન મળતા ખેડૂતે પશુઓને ખેતરમાં છોડી મૂક્યાં

અમરેલી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડુંગરીના માત્ર એક જ રૂપિયો ભાવ બોલાતા ખેડૂતે પશુઓને ડુંગરી ચરાવી દીધી

અમરેલી જિલ્લામાં ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ ન મળવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વડિયા પંથકમાં ખેડૂતને ડુંગળીના પૂરતા ભાવ ના મળતા ખુલ્લા ખેતરમાં ડુંગરી પશુઓને ચરવા મકી દીધી હતી. મહા મહેનતે અને મોટા ખર્ચે કરીને ડુંગળીનો પાક મેળવ્યા બાદ ખેડૂતોને એક કિલો ડુંગરીના માત્ર એક જ રૂપિયો ભાવ બોલાતા મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી ખેડૂતોને માથે હાથ મૂકી રોવાનો વારો આવ્યો છે.

વડીયાના ખેડૂતોએ પોતાના ખેતરમાં ડુંગરી ચરવા માટે પશુઓને છોડી મુક્યા હતા. આ વર્ષે ડુંગળીના સારા ભાવ જોઈને ખેડૂતો વાવેતર કર્યું હતું. ત્યારે ડુંગળીના પાક તૈયાર થયા બાદ પુરતા પ્રમાણમાં ભાવ ન મળતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો હતો. ડુંગળીના કિલોના ભાવ 13 થી 14 રૂપિયા આસપાસ હતા જે ઘટીને માત્ર 1 રૂપિયા કિલો પર આવી ગયા છે. તેવામાં ખેડૂતોને ડુંગળીના પાકના વાવેતર માટે કરવામાં આવેલો ખર્ચ પણ માથે પડ્યો હતો અને મજૂરી પણ માથે પડી છે. ખેડૂતોએ બસોથી અઢીસો રૂપિયાનો ખર્ચ કર્યો હતો ત્યારે ડુંગરી 20 રૂપિયાના મણના ભાવે વહેંચવા માટે ખેડૂતો મજબુર બન્યા છે. તેવામાં મહા મહેનતે તૈયાર કરવામાં આવેલો પાક યોગ્ય ભાવ ન મળવાને કારણે હાલ ખેડૂતો પોતાનો પાક પશુઓને ચરાવવા માટે મૂકી દીધો હતો.

ખેડૂતો પાસે ડુંગળીનો સ્ટોક કરી શકે તેવા ગોડાઉન પણ નથી. જેથી બગડી જવાની પણ ભીતિ રહે છે જેને લઈને ખેડૂતોએ મફતના ભાવે પાક વહેંચવાને બદલે ના છૂટકે પોતાના મહા મહેનતે તૈયાર કરાયેલા પાક પર પશુઓને ચરાવવામાં માટે મૂકી દેવા માટે મજબુર બન્યા હતા.

ખેડૂત વિનુભાઈએ જણાવ્યું હતું કે, હાલ ડુંગળીના ભાવ તળિયે જતા રહ્યા છે જેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મહામહેનતે તૈયાર કરેલા પાક પર પાણી ફરી વળ્યું છે. તેવામાં સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે.

એક તરફ ખેડૂત દ્વારા સારા ભાવની આશા સાથે ડુંગળીનું વાવેતર કર્યું હતું પરંતુ ખેડૂતોને ડુંગળીનો પાક રડાવી રહ્યો છે તેવામાં અમરેલી જિલ્લાના વડિયા પંથકના ખેડૂતો પૂરતું વળતર મળે તેવી માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...