તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:અમરેલીના રાજસ્થળીમાં ચાર શખ્સાેએ આધેડને કુહાડી ઝીંકી

અમરેલી20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી અાપી

અમરેલી તાલુકાના રાજસ્થળીમા અેક અાધેડને અગાઉનુ મનદુખ રાખી ચાર શખ્સાેઅે કુહાડી અને લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા અમરેલી તાલુકા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

અાધેડને મારમાર્યાની અા ઘટના અમરેલીના રાજસ્થળીમા બની હતી. અહી રહેતા મનસુખભાઇ સામંતભાઇ પરમાર (ઉ.વ.50) નામના અાધેડે અમરેલી તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે હકાભાઇ ભરવાડ, પુનાભાઇ હાદાભાઇ, બાલાે ભરવાડ અને નનુ રાજાભાઇ ભરવાડ નામના શખ્સાેઅે અગાઉનુ મનદુખ રાખી કુહાડી અને લાકડી વડે હુમલાે કરી ઇજા પહાેંચાડી હતી. તેમજ જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી અાપી હતી.

જયારે હેતલબેન ભાવેશભાઇ બતાડાઅે વળતી નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે તેની બહેન સાથે બ્યુટીપાર્લરમા ગયા હતા ત્યારે દિલીપ મનસુખભાઇ પરમાર નામના શખ્સે તમે અમારા સંબંધીના ઘરે કેમ અાવ્યા છાે કહી બાેલાચાલી કરી પાઇપ વડે ઇજા પહાેંચાડી હતી. બનાવ અંગે પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ પીઅેસઅાઇ પી.બી.લક્કડ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો