શેરીમાં સિંહ:અમરેલીના દેવળીયા ગામમાં શિકારની શોધમાં ત્રણ સિંહ આવી ચડતા રખડતા પશુઓમાં દોડધામ મચી, સિંહના આંટાફેરા CCTVમાં કેદ

અમરેલી17 દિવસ પહેલા
  • વનરક્ષકોની હડતાળના પગલે પેટ્રોલીંગ બંધ હોવાથી સિંહ ગ્રામ્ય વિસ્તાર તરફ આવતા હોવાની ચર્ચા

અમરેલી તાલુકાના દેવળીયા ગામમાં ત્રણ સિંહ શિકારની શોધમાં આવી ચડતા રેઢિયાળ પશુઓમાં દોડધામ મચી હતી. પશુઓની પાછળ ગામના રસ્તાઓ પર દોડી રહેલા સિંહના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. જે હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.

અમરેલી જિલ્લામાં ગીરને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર સિંહ ચડી આવે છે. ગતરાત્રિએ પણ અમરેલી તાલુકાના દેવળીયા ગામની બજારોમાં ત્રણ સિંહ આંટાફેરા કરતા જોવા મળ્યા હતા. રખડતા પશુઓની પાછળ દોડી રહેલા સિંહના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા.

વનરક્ષકોની હડતાળના પગલે પેટ્રોલીંગ બંધ
હાલમાં સમગ્ર રાજય અને અમરેલી જિલ્લામાં વનરક્ષકો ગ્રેડ પે સહિત વિવિધ માંગને લઈ હડતાળ પર ઉતર્યા છે. જેના કારણે વધુ મુશ્કેલી સર્જાય રહી છે. જોકે આજથી સુરક્ષા વધારવા માટે દરેક વિસ્તારમાં SRPની ટીમો તૈનાત કરી દેવાય છે. જે રેવન્યુ વિસ્તાર અને જંગલ વિસ્તારમાં આ ટીમો પણ પેટ્રોલિંગ કરવા માટે તૈનાત રાખવામાં આવી છે. જ્યાં સુધી હડતાળ સમેટાય નહિ ત્યાં સુધી એસ.આર.પી જવાનો પેટ્રોલિંગ કરવાના છે.

અન્ય સમાચારો પણ છે...