આવકમાં ધરખમ ઘટાડો:અમરેલી શાકમાર્કેટમાં પ્રતિ મણ લીંબુનો ભાવ 3700 પર પહોંચ્યો, આજે માત્ર 15 મણ લીંબુની આવક થઈ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક લીંબુની આવકમાં પણ ઘટાડો : માર્કેટમાં માત્ર 15 મણ લીંબુની આવક

લીંબુનો ભાવ બજારમાં અત્યારે હાહાકાર મચાવી રહ્યો છે. અમરેલીની શાકમાર્કેટમાં આજે પ્રતિ મણ લીંબુનો ઉંચો ભાવ રૂપિયા 3700 પર પહોંચી ગયો હતો. એટલે કે લીંબુ આજે પ્રતિ કિલો રૂપિયા 185 પર પહોંચી ગયું હતું. જેના કારણે ગૃહિણીથી માંડી વેપારીઓ પણ ફફડી ઉઠ્યા હતા. માર્કેટમાં સ્થાનિક લીંબુની આવકમાં ધરખમ ઘટાડો થયો છે.

અમરેલી શાકમાર્કેટમાં આજે માત્ર 15 મણ લીંબુની આવક થઈ હતી. અહી પ્રતિ મણનો ભાવ રૂપિયા 3000 થી 3700 સુધી રહ્યો હતો. એટલે કે માર્કેટમાં લીંબુ પ્રતિ કિલો રૂપિયા 150 થી 185માં વેચાયા હતા. અમરેલી શાકમાર્કેટમાં શાકભાજીનો વેપાર કરતા મુન્નાભાઈએ જણાવ્યું હતું કે લીંબુની સ્થાનિક આવક ઘટી છે. અત્યારે મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી લીંબુની આવક થઈ રહી છે. સ્થાનિક લીંબુની નામ માત્રની આવક થઈ રહી છે.

પુરતા લીંબુની આવક નથી. જેના કારણે ભાવ પણ સાતમાં આસમાને પહોંચી ગયો છે. વેપારીઓ પણ અત્યારે લીંબુ ખરીદવામાં અચકાય રહ્યા છે. કારણ કે લીંબુના ભાવ વધતા લીંબુની ખરીદી પણ ઘટી છે. લોકો જરૂર પુરતા જ લીંબુની ખરીદી કરી રહ્યા છે. ઉનાળાની શરૂઆતે જ લીંબુની આવકમાં ઘટાડો થયો છે તેમજ આવક ઓછી હોવાથી તેના ભાવમાં ઉછાળો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...