તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:અમરેલીમાં ફીટ ઈન્ડિયા રન હેઠળ 100 યુવાનોએ 2 કિમી દોડ લગાવી

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાયકલ રેલી બાદ દોડ યોજાઈ

અમરેલીમાં રમત ગમત પશિક્ષણ કેન્દ્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 2 કિલોમીટરની દોડ યોજાઈ હતી. જેમાં શહેરના 100 જેટલા યુવાનોએ ફીટ ઈન્ડિયા રન હેઠળ દોડ લગાવી હતી. 14 ઓગસ્ટના દિવસે સાયકલ રેલી યોજાયા બાદ આજે ફરી દોડ યોજાઈ હતી.અમરેલીમાં આઝાદીના 75 વર્ષ પુરા થતા રમત ગમત સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફીટ ઈન્ડિયા દોડનું આયોજન કર્યું હતું. શહેરના 100 યુવાનોએ સરદાર પટેલ રમત સંકુલથી સરદાર ચોક સુધી 2 કિલોમીટર સુધી દોડ લગાવી હતી.

આ પ્રસંગે રમત ગમત વિભાગના હેલીબેન જોષીએ જણાવ્યું હતું કે ફીટ ઈન્ડિયા રન હેઠળ પ્રથમ સાયકલ રેલી યોજાઈ હતી. જેમાં 75 યુવાનોએ ભાગ લીધો હતો. અને આજે દોડ યોજાઈ હતી. જેમાં 100 યુવાનોએ ભાગ લીધો હતો. આ તકે ઈનસ્કુલ ડી.એલએસ.એસના સ્કીમના કોચ, જિલ્લા રમત ગમત અધિકારી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...