વિવાદ:અમરેલીમાં કાકાએ ભત્રીજાને લોખંડના પાઇપથી માર માર્યો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 3 શખ્સે ઘરે અાવી યુવકના માતાને પણ ગાળાે અાપી

અમરેલીમા સંકુલ નજીક અાંબેડકરનગરમા રહેતા અેક યુવક પાેતાના ઘરે હતાે ત્યારે તેના કાકા સહિત ત્રણ શખ્સાે ઘરે ધસી અાવ્યા હતા અને યુવકની માતા સાથે બાેલાચાલી કરી યુવકને લાેખંડના પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડતા તેણે અા બારામા અમરેલી તાલુકા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. યુવક પર પાઇપ વડે હુમલાની અા ઘટના અમરેલીમા બની હતી. અહી રહેતા અલ્પેશભાઇ વિનુભાઇ માધડ (ઉ.વ.21) નામના યુવાને અમરેલી તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તે બપાેરના સમયે ઘરે હતાે ત્યારે બાજુમા રહેતા તેના કાકા કિશાેરભાઇ જગાભાઇ માધડ અને કાંતાબેન તેમજ જગાભાઇ બેચરભાઇ તેના ઘરે ધસી અાવ્યા હતા.

અા ત્રણેય શખ્સાેઅે પહેલા તેના માતાને ગાળાે અાપી વાળ ખેંચી પછાડી દઇ ઇજા પહાેંચાડી હતી. બાદમા કિશાેરભાઇઅે અલ્પેશ પર લાેખંડના પાઇપ વડે હુમલાે કરી ઇજા પહાેંચાડી હતી. ત્રણેય શખ્સાે મારમારી નાસી છુટયા હતા. બનાવ અંગે અેઅેસઅાઇ કે.બી.ભરાડ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...