લમ્પીનો કહેર:અમરેલીમાં લમ્પી ફેલાતો અટકાવવા માટે તંત્રએ વિવિધ પગલાંઓ લીધા, 15,800 પશુઓનું રસીકરણ

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવે ગુંદરણ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યુ

સમગ્ર રાજ્યમાં પશુઓમાં લમ્પી વાઈરસના ફેલાવાને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. અમરેલી જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવે, જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામે મુલાકાત લીધી હતી. લમ્પી વાઈરસ સંદર્ભે ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ડીડીઓએ કહ્યું હતું કે, જિલ્લામાં 1 ઓગસ્ટની સ્થિતિએ 453 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 15,800 પશુઓનું રસીકરણ થઈ ચૂક્યું છે.

લંપી વાઈરસની રસીકરણ કામગીરી હાથ ધરી
લંપી વાઈરસના અસરગ્રસ્ત વાળા વિસ્તારમાં રસીકરણની કામગીરી કરાઈ રહી છે. હાલમાં બાબરા વિસ્તારના ગામડામાં લંપી વાઈરસ વધુ હોવાની જાણકારી મળી રહી છે ઉપરાંત અન્ય વિસ્તારના લોકોને લંપી વાઈરસ કેવી રીતે અટકી શકે તેની માહિતી માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...