• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • In Amreli, The Students Taught A Lesson To A Young Man Doing Romyogiri, Hit Him With A Slipper In Public And Brought Him To San

વાઈરલ:અમરેલીમાં વિદ્યાર્થિનીઓએ રોમિયોગીરી કરતા સગીરને બરાબરનો પાઠ ભણાવ્યો, જાહેરમાં ચપ્પલ વડે ફટકારી સાન ઠેકાણે લાવી દીધી

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાં યુવકને રોમિયોગીરી ભારે પડી
  • વાઈરલ વીડિયો શેખપીપરિયા ગામનો હોવાની ચર્ચા
  • આ મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી

અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થિનીઓનો પીછો કરતા એક સગીરને ઝડપી પાડી ત્રણથી ચાર યુવતીઓએ જાહેરમાં મેથીપાક ચખાડી સગીરની સાન ઠેકાણે લાવી દીધી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જો કે, આ મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તે વીડિયો લાઠી તાલુકાના શેખપીપરિયા ગામનો હોવાની ચર્ચા છે. જેમાં ત્રણથી ચાર વિદ્યાર્થિનીઓ એક સગીરને જાહેરમાં ચપ્પલ વડે ફટકારતા નજરે પડી રહી છે. વાઈરલ વીડિયોમાં થઈ રહેલા સંવાદ મુજબ સગીર દરરોજ વિદ્યાર્થિનીઓનો પીછો કરી પજવણી કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્રણથી ચાર વિદ્યાર્થિનીઓ સહિત અન્ય બે લોકો મળી રોમિયોગીરી કરવા આવેલા સગીરને થપ્પડો અને ચપ્પલ વડે માર મારતા જોવા મળી રહ્યા છે.તો બીજી તરફ સગીર 'હવે નહીં આવું' અને 'હવે નહીં કરું'ની વાત કરી કરતો સંભળાઈ રહ્યો છે.

આ ઘટના અંગે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નહીં
અમરેલી જિલ્લના સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલો આ વીડિયો લાઠી તાલુકાના શેખપીપરિયા ગામનો હોવાની ચર્ચા છે. જો કે, આ અંગે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...