હવામાન:અમરેલીમાં 1 જ દિવસમાં પારાે 14 ડિગ્રીથી ગગડી 10 ડિગ્રી પર

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરેલીમાં સિઝનનાે સાૈથી ઠંડાે દિવસ : પારાે હજુ ગગડશે

અમરેલી પંથકમા ચાલુ શિયાળામા અાજે ન્યુનતમ તાપમાનનાે પારાે ગગડીને છેક 10 ડિગ્રી પર અાવી ગયાે હતાે. સિઝનમા પ્રથમ વખત અમરેલી પંથકમા તાપમાન અાટલુ નીચુ ગયુ છે. કાેલ્ડવેવને પગલે અાવનારા બે ત્રણ દિવસ સુધી પણ તાપમાન નીચુ રહેવાની ધારણા છે. અમરેલી જિલ્લામા છેલ્લા 24 કલાક દરમિયાન તિવ્ર શિતલહેર ફરી વળી છે. અામ તાે છેલ્લા ત્રણ દિવસથી તાપમાન નીચે જઇ રહ્યું હતુ. પરંતુ છેલ્લા ચાેવીસ કલાક દરમિયાન તાે તેમા ચાર ડિગ્રીનાે ઘટાડાે થયાે છે.

ગઇકાલે અમરેલી શહેરનુ ન્યુનતમ તાપમાન 14 ડિગ્રી હતુ. અને અાજે વધુ ચાર ડિગ્રી સુધી નીચે જતા ન્યુનતમ તાપમાન 10 ડિગ્રી સુધી પહાેંચી ગયુ હતુ. અમરેલી પંથકમા ચાલુ શિયાળામા પ્રથમ વખત તાપમાનનાે પારાે 10 ડિગ્રી સુધી નીચે ગયાે છે. અાજે મહતમ તાપમાન 28 ડિગ્રી નાેંધાયુ હતુ. જયારે હવામા ભેજનુ પ્રમાણ 70 ટકા હતુ. પવનની ગતિ પ્રતિ કલાક સરેરાશ 4.8 કિમીની રહી હતી. પખવાડીયા પહેલા માવઠાની સ્થિતિ હતી તે સમયે તાપમાનનાે પારાે અાટલાે નીચાે ન હતાે.

છતા અાકરી શિતલહેર ફરી વળી હતી. કારણ કે તે સમયે હવામા ભેજનુ પ્રમાણ ઘણુ વધારે હતુ. ગઇકાલની સરખામણીમા અાજે તાપમાન નીચુ ગયુ છે. સાથે સાથે ભેજ પણ વધ્યાે છે. જેને પગલે અાવનારા બે ત્રણ દિવસ સુધી હાડ થીજાવતી ઠંડી અનુભવાશે.

અન્ય સમાચારો પણ છે...