તપાસ:અમરેલીમાં પતિએ પત્ની અને બાળકોને મારમાર્યો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તલવાર અને છરી વડે કાપી નાખવાની ધમકી આપી

અમરેલીમાં લીલીયા રોડ સીમંધર સોસાયટીમા રહેતા એક યુવકે તેની પત્ની અને બાળકોને મારમારી તલવાર અને છરી વડે કાપી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા અમરેલી સીટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.મહિલા અને પુત્રને મારમાર્યાની આ ઘટના અમરેલીમા બની હતી. અહીના લીલીયા રોડ સીમંધર સોસાયટીમા રહેતા કેતકીબેન હિતેન્દ્રભાઇ જોષી (ઉ.વ.44)નામના મહિલાએ અમરેલી સીટી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના લગ્ન હિતેન્દ્રભાઇ જોષી સાથે થયા હતા.

લગ્નના સાતેક વર્ષ વિત્યા બાદ હિતેન્દ્રભાઇએ તેને તથા તેના પુત્રને મારમારી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત તારાથી જે થાય તે કરી લેજે કહી જો અહી આવશો તો તલવાર અને છરીથી કાપી નાખીશ તેવી ધમકી આપી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ પી.એલ.બારૈયા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...