કાર્યવાહી:અમરેલીમાં એન્ફોર્સમેન્ટ સ્કવોડે 56 દુકાનમાં તમાકુ નિયંત્રણ કામગીરી અંગેનું ચેકીંગ કર્યું

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચિત્રાત્મક ચેતવણી વિના વેચનાર 10 કસુરવારોને રૂપિયા 1900 નો દંડ ફટકાર્યો

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત એન્ફોર્સમેન્ટ સ્કવોડ દ્વારા આજે અમરેલીમા તમાકુ નિયંત્રણ કામગીરી હાથ ધરાઇ હતી. અહી સ્કવોડ દ્વારા 56 દુકાનોમા ચેકીંગ હાથ ધરાયુ હતુ અને 10 કસુરવારોને રૂપિયા 1900નો દંડ ફટકારાયો હતો. શહેરમા તમાકુ નિયંત્રણ કાયદાની અમલવારી અને જનજાગૃતિ માટે દંડ અને વસુલાતની કામગીરી કરવામા આવી હતી.

જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય શાખા અને પોલીસ વિભાગ તેમજ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને શિક્ષણ સહિતની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આ કામગીરી કરવામા આવી હતી. શહેરમા તમાકુનુ વેચાણ કરતા લારી ગલ્લા પર સુચક બોર્ડ મુકવાનુ બાકી હોય, શૈક્ષણિક સંસ્થાઓની 100 વારની ત્રિજયામા તમાકુની બનાવટોનુ વેચાણ કરતા લારી ગલ્લાઓ, જાહેર સ્થળોએ તમાકુની બનાવટોનુ સેવન કરનાર, તમાકુની બનાવટોની પ્રત્યક્ષ કે પરોક્ષ જાહેરાત આપનાર તેમજ નિર્દિષ્ટ આરોગ્ય વિષયક ચિત્રાત્મક ચેતવણી વિના તમાકુની બનાવટોનુ વેચાણ કરનારને દંડ ફટકારાયો હતો.

અન્ય સમાચારો પણ છે...