પશુ બચાવાયા:અમરેલી તાલુકામાં ટ્રકમાં ભેંસો ભરીને કતલખાને લઈ જતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રકમાં 9 જેટલી ભેંસોને ઘાસચારા વગર ક્રુરતાપૂર્વક ભરવામાં આવી હતી
  • પોલીસે આરોપીઓની અટકાયત કરી ભેંસ તેમજ ટ્રક સહિત રૂપિયા 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

અમરેલીના સાવરકુંડલા ચોકડી પાસેથી પોલીસે ટ્રકમાં પશુઓને ભરી કતલખાને લઈ જતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. ટ્રકમાં 9 જેટલી ભેંસોને ઘાસચારા વગર ક્રુરતાપૂર્વક ભરવામાં આવી હતી. જેને લઈ પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી ભેંસ તેમજ ટ્રક સહિત રૂપિયા 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અમરેલી તાલુકા પોલીસને સાવરકુંડલા ચોકડી તરફ એક ટ્રકમાં ભેંસો ભરીને કતલખાને લઇને જાય છે તેવી માહિતી મળી હતી. જેથી પોલીસે બાતમીના આધારે તાત્કાલીક કાર્યવાહી કરતા એક બંધ બોડી વાળા ટ્રકમાં પાછળના ભાગે 9 ભેંસો કોઇપણ પ્રકારના ઘાસચારા અને પાણીની સગવડતા વગર, કતલ કરવાના ઇરાદે, ક્રુરતાપુર્વક ટ્રકમા ભરી , હેરફેર કરવા કે વેચાણ કરવા બાબતના કોઇપણ પ્રકારના આધાર કે પાસ પરમિટ વગર લઇ જતા મળી આવી હતી. જેથી પોલીસે ટ્રક જેના રજી નંબર GJ - 01 - ET - 6122 , ની કિ.રૂ .5,00,000 / - તેમજ ટ્રકમાં ભરેલી 9 ભેંસની કિ.રૂ .1,80,000 / - મળી કુલ કિ.રૂ .6,80,000 / - ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપી વિરુદ્ધ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધવામાં આવી છે.

આરોપીઓને ગુનાના કામે ધોરણસર અટક કરવામાં આવી છે. ગુનામાં પકડાયેલા આરોપીની વિગત 1 ) મહમદઇરફાન ઇકબાલભાઇ કુરેશી રહેવાસી- કાઝીવાડ , પાણી દરવાજા , સ્વામીનારાયણ મંદિરની પાછળ, અમરેલી 2 ) અજીમ ઇકબાલભાઇ કાલવા રહેવાસી હાલ- અમરેલી ડુબાણીયાપા,3 ) અબ્દુલ નુરમહમદભાઇ તરકવાડયા રહેવાસી - અમરેલી ડુબાણીયાપરા , કાઠીફળી તા.જી.અમરેલી આ ઈસમોને ઝડપી પાડી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...