વ્યાજખોરોની હવે ખેર નથી:અમરેલીમાં SPએ લોક દરબાર યોજી દરેક પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કરવા સૂચના આપી

અમરેલીએક મહિનો પહેલા

રાજય સરકારના ગૃહ વિભાગ દ્વારા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા કરી ઝૂંબેશ હાથ ધરવા માટેની રાજય ભરમાં જિલ્લા પોલીસવડાઓને સૂચના આપતા લોક દરબાર શરૂ થયા છે અમરેલી હેડક્વાર્ટર ખાતે SP હિમકર સિંહના અધ્યક્ષ સ્થાને લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો વેપારીઓ અને વ્યાજ ચક્રમાં ફસાયેલા લોકો રજુઆત કરવા માટે પોહચીયા હતા જ્યારે અલગ અલગ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સીનયર ડી.વાય.એસ.પી.કક્ષાના અધિકારીઓ સહિત લોકોએ કરેલી રજૂઆતો સાંભળી હતી જેમા 5 જેટલા લોકોએ વ્યાજની રકમ બાબતે પોલીસને રજૂઆતો કરી છે પોલીસ તે બાબતે તપાસ કરી ઊંડાણ પૂર્વક તપાસ બાદ ગુન્હો નોંધવા માટેની કાર્યવાહી કરવામા આવશે ઉપરાંત એસપી દ્વારા દરેક પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદો આવે તો તાત્કાલિક ફરિયાદ નોંધવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.

પ્રથમ અમરેલી શહેરમાંથી લોક દરબારની શરૂઆત કરાઇ
આજે અમરેલી ખાતે પ્રથમ વ્યાજખોરો વિરુદ્ધ લોક દરબાર મળ્યો હવે આવતા દિવસોમાં અન્ય વિસ્તારમાં પોલીસ દ્વારા લોક દરબાર શરૂ કરવામાં આવશે અને વ્યાજમાં ફસાયેલા લોકોને પોલીસ સામેથી બોલાવી રજૂઆતો સાંભળશે. અમરેલી એસપી હિમકર સિંહએ જણાવ્યું આજે પહેલો લોક દરબાર અમરેલીમાં યોજયો છે 5 જેટલા લોકોએ વ્યાજ બાબતે રજુઆત કરી છે પોલીસ કાર્યવાહી કરશે આવતા દિવસોમાં વધુ લોક દરબાર પણ યોજાશે અને વ્યાજખોરો સામે પાસા સુધીની કાર્યવાહી પણ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...