• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • In Amreli, Prime Minister Narendra Modi Asked About Dr. Bharat Kanabar's Condition At The Airport, Said Dr. Why Is The Body Increased?

વડાપ્રધાનની ગુજરાત મુલાકાત:અમરેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર ડો.ભરત કાનાબારના હાલચાલ પૂંછ્યાં, કહ્યું-ડો. શરીર કેમ વધી ગયું છે

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. આ વચ્ચે અમરેલીમાં ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સભા સબંધો હતી. જોકે, કાર્યક્રમ પહેલા તેઓ જ્યારે એરપોર્ટ પર ઉતર્યા હતા. અમરેલી ભાજપના નેતા ડો.ભરત કાનાબાર પણ તેમને આવકારવા ત્યા ઉભા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેની પાસે પહોચ્યા હતા અને તેઓના હાલચાલ પૂંછ્યાં હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા સંબોધવા આવ્યાં હતા
અમરેલીના ભાજપ નેતા ડો.ભરત કાનાબાર અને PM નરેન્દ્ર મોદી વચ્ચેના અંગત સંબંધો ફરીવાર જોવા મળ્યાં હતા. જેના કારણે ડો.ભરત કાનાબાર રાજકીય રીતે ચર્ચામાં આવ્યાં છે. ડો.ભરત કાનાબાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત મનાય છે. અમરેલીમાં ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા સંબોધવા આવ્યાં હતા. બપોરના સમયે અમરેલી એરપોર્ટ ઉપર ભાજપના અનેક નેતાઓ અને આગેવાનો વડાપ્રધાનને આવકારવા લાઈનમાં ઉભા હતા. આ સમયે ડો.ભરત કાનાબાર પણ સામાન્ય કાર્યકરની જેમ ઉભા હતા.
અઢી મિનિટ સુધી ડો.કાનાબાર સાથે મોદીએ ચર્ચા કરી
આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજર ડો.ભરત કાનાબાર સામે પડતા તેઓ તેની પાસે પહોંચ્યા હતા અને નરેન્દ્ર મોદીએ ડૉ.ભરત કાનાબારના ખભા ઉપર હાથ મુકી ડો.કેમ છે? શરીર અને વજન કેમ વધી ગયું? તેમ પૂછ્યું હતું. જેના જવાબમાં ડો ભરત કાનાબારે કહ્યું હતું કે, મને જમવાનો બોવ શોખ છે. ત્યારે નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આવું ના ચાલે દોડાદોડી કરો તમારે થોડું કઈ વજન વધારાય. આમ નોર્મલ વાતચીત થઈ હતી. તેમજ અમરેલીની શું સ્થિતિ છે આ બધી બાબતો ઉપર માહિતી મેળવી હતી. ડો.ભરત કાનાબારએ કહ્યું કે, આપડે જીતીએ છીએ. પરિણામ સારા આવશે. લગભગ અઢી મિનિટ સુધી ડો.કાનાબાર સાથે મોદીએ ચર્ચા કરી હતી.
અમરેલીમાં ડો.ભરત કાનાબાર અગાવ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ડો. ભરત કાનાબાર સરકારના પ્રધાનો નેતાઓને ન ગમે તેવા અનેક ટ્વીટ કરી સાચી વાત અને સાચી રજૂઆતો ઉજાગર કરતા હોય છે. ડો.ભરત કાનાબારે મોદીને કરેલી વાતો અને રજૂઆતો ભૂતકાળમા એક પણ ખોટી સાબિત નથી થઈ. જેના કારણે આજે પણ નરેન્દ્ર મોદીને સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાંથી આવતા લોહાણા સમાજના ડો ભરત કાનાબાર ઉપર અતૂટ વિશ્વાસ છે.

અન્ય સમાચારો પણ છે...