મોંઘવારીએ માઝા મુકી:અમરેલીમાં ટામેટાનો ભાવ 80 રૂપિયાએ પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

અમરેલી10 દિવસ પહેલા
  • પેટ્રોલ, ડીઝલ બાદ શાકભાજીના ભાવમાં પણ વધારો થતા લોકો નારાજ

અમરેલી જિલ્લામાં ટામેટાના ભાવમાં વધારો થયો છે. ટામેટાનો ભાવ 80 રૂપિયાએ પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. છેલ્લા અઠવાડિયાથી ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ, ડીઝલની સાથે હવે શાકભાજીમાં પણ ભાવ વધારો થતા લોકો પરેશાન થયા છે. ટામેટાનો કિલોનો ભાવ હાલ 60 થી 80 રૂપિયા છે. ટામેટાના ભાવ વધુ હોવાથી મોટાભાગના ગ્રાહકો ફક્ત ભાવ પૂછીને જતા રહે છે જેથી વેચાણમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

અમરેલી શહેરના યોગેશ કોટેચાએ જણાવ્યું હતું કે, શાકભાજીમાં જે રીતે ભાવ વધ્યો છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે મોટાભાગના શાકભાજી બહારના રાજ્યમાંથી આયાત થાય છે. ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતા વાહનોના ભાડા વધ્યા છે. જેના કારણે શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. આજે જે ટામેટાનો ભાવ 70 છે તે અગાવ 30 રૂપિયા હતા.

પેટ્રોલ, ડીઝલના ભાવમાં વધારો થતા વાહનોમાં ભાડા વધી રહ્યા છે જેના કારણે પણ શાકભાજીના ભાવ વધી રહ્યા છે અને આ ઉપરાંત ભાવ વધારા માટે અન્ય કારણો પણ જવાબદાર છે. હાલ તો સતત ભાવ વધારાના કારણે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...