તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેડફાટ:અમરેલીમાં એક તરફ ખેડૂતો પાણીની માગ કરી રહ્યા છે, બીજી તરફ નર્મદાના વાલ્વમાંથી પાણીનો વેડફાટ

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

અમરેલી જિલ્લામા આવેલ રાજુલા તાલુકા ના હિંડોરણા નજીક કાતર રોડ પર આવેલ નર્મદા ના પાણી ના લાઈન ના વાલ્વમાથી પાણી નો વેડફાટ થઈ રહ્યો છે. અહીં મોટા પ્રમાણ માં આસપાસ ની જમીનો સુધી પાણી પોહચી રહ્યું છે અને પાણી નો ખાડો પણ ભરાયો છે બીજી તરફ ગ્રામીણ વિસ્તાર ના ખેડૂતો પાણી છોડાવવા માટે રજૂઆતો કરી રહ્યા છે પાણી મળતુ નથી અહીં પાણી પુરવઠા વિભાગ ના કર્મચારી ની નિષ્કાળજી ના કારણે બે ફામ રીતે પાણી નો બગાડ થઈ રહ્યો છે.

જ્યારે અહીં દર ઉનાળે આ વાલ્વ મા આ પ્રકાર ની ઘટના સર્જાય છે પરંતુ પાણી પુરવઠા વિભાગ ના અધિકારી અને કર્મચારી ઓ ક્યારેય વિઝીટ ન કરતા હોય તેના કારણે સતત આ પ્રકાર ની ઘટના સામે આવતી હોય છે. થોડા દિવસ પહેલા આશરે 10 દિવસ પહેલા અહીં આખો દિવસ પાણી નો વેડફાટ જોવા મળ્યો હતો અને આસપાસ પાણી ન ખાબોચિયા ભરાયા હતા જ્યારે આ પ્રકાર ની ઘટના દીનપ્રતિદિન સામે આવી રહી છે પરંતુ પાણી પુરવઠા વિભાગ આજ ની આ ઘટના થી પણ અજાણ છે ત્યારે ખૂબ મોટા પ્રમાણ મા પાણી નો વેડફાટ થયો છે.

પાણીના સૂકાઈ રહેલા તળ વચ્ચે બગાડઅનેક ગામોમા પાણીનાતળ ખૂટયા છે ક્યાંક નદી તળાવ ચેકડેમ ખાલી થતા સીધી અસર ખેડૂતો ના પાક પર પડી છે જેના કારણે બાબરા લાઠી જાફરાબાદ અનેક તાલુકા ના ખેડૂતો પાક માટે ચીંચાય વિભાગ પાસે પાણી માંગી રહ્યા છે પરંતુ પાણી તંત્ર દ્વારા છોડાતુ નથી તેવા સમયે અહીં બે ફામ બગાડ થતા લોકો મા પણ નારાજગી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો