• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • In Amreli District, Youths Chewed Kites With The Sound Of 'Kaypo Cheh', Paresh Dhanani Also Celebrated With Congress Workers

ઉત્તરાયણ:અમરેલી જિલ્લામાં 'કાયપો છે'ના નાદ સાથે યુવાનોએ પતંગો ચગાવી, પરેશ ધાનાણીએ પણ કૉંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરી

અમરેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ સાવરકુંડલા શહેરમાં પતંગ ઉડ્યા
  • અનેક સ્થળો પર દોરીના કારણે લોકોના ગળા કપાયા

દેશ અને રાજ્ય ભરમા ઉત્તરાયણની ઉજવણી કરાય રહી છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ વહેલી સવારથી લોકો ધાબા પર ચડી ઉત્તરાયણની ઉજવણી કરતા જોવા મળ્યા છે. હાલ સમગ્ર જિલ્લામાં લોકો પરિવાર સાથે પતંગ ઉડાવી રહ્યા છે ત્યારે યુવાનો સૌથી વધુ પતંગ ઉડાવી રહ્યા છે. સાથે સાથે અમરેલી જિલ્લામાં સૌથી વધુ સાવરકુંડલા શહેરમાં પતંગ ઉડાવતા જોવા મળ્યા હતા અને 'કાયપો છે'ના નાદ સાથે યુવાનો ઉત્સાહપૂર્વક પતંગ ઉડાવતા જોવા મળી રહ્યા છે.

ઉત્તરાયણની ઉજવણી વચ્ચે અકસ્માતની ઘટનાઓ બની
ઉત્તરાયણનો તહેવાર સૌવ કોઈ રંગે ચંગે ઉત્સાહ પૂર્વક ઉજવતા હોય છે પરંતુ અમરેલી જિલ્લામાં બપોર સુધી માં જુદી જુદી અકસ્માતની 14 જેટલી ઘટનાઓ સામે આવી ચૂકી છે. પતંગ દોરીના વાગી જવાના કારણે ગળાના ભાગે ઇજા થવાની 2 ઘટના સામે આવી છે. પતંગ પકડવા જતી વખતે અકસ્માત સર્જાયાની 6 ઘટના સામે આવી છે, આ ઉપરાંત ધાબા ઉપર પતંગ ઉડાવતા ઉડાવતા પડી જવાની 7 ઘટના સામે આવી છે. મોટાભાગે અમરેલી શહેરમાં વધુ ઘટના સામે આવી છે આ ઉપરાંત રાજુલા,લાઠી, બાબરા વિસ્તારમા પણ કેટલીક ઘટના ઓ સામે આવી છે.
તમામ ને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે હાલ તમામની સ્થિતિ નોર્મલ હોવાનું જાણવા મળી રહ્યું છે.

પરેશ ધાનાણીએ કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરી
અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ કાર્યકરો સાથે પતંગ ઉડાવી લપેટ લપેટ કરી નારા લગાવ્યા હતા.પરેશ ધાનાણી વર્ષના તમામ તહેવાર અમરેલી શહેરમાં ઉજવણી કરતા જોવા મળે છે. ત્યારે આજે ઉત્તરાયણની ઉજવણી તેમના કોંગ્રેસ પક્ષના કાર્યકરો સાથે ઉજવણી કરતા જોવા મળ્યા હતા. ચકરગઢ રોડ પર પલાઝ કોમ્પ્લેક્ષ ખાતે પતંગ ઉડાવતા જોવા મળ્યા હતા.

વનવિભાગની ટીમ દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર કરાઈ
અમરેલી જિલ્લામાં આજે રાજુલા શહેરની રેન્બો સોસાયટી વિસ્તારમા કુંજ નામનું મોટુ પક્ષી આવે છે તે પક્ષીને દોરી વાગી જતા ગંભીર ઇજા થવા પામી હતી. દોરી ફસાય જતા આ પક્ષી નીચે ખાબકયુ હતું અને ગીર નેચર ક્લબ અને વનવિભાગ ને જાણ કરતા પક્ષીને સારવાર માટે રાજુલા રેન્જ ઓફિસ ખસેડાયું છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...