તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • In Amreli District, Two And A Half Inches Of Rain Fell At Night, New Water Came In Shetrunji River And Many Farms Were Flooded.

નવા નીર આવ્યા:અમરેલી જિલ્લામાં રાત્રીના અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો, શેત્રુંજી નદીમાં નવા નીર આવ્યા, અનેક ખેતરો પાણીથી ભરાયા

અમરેલી3 મહિનો પહેલા
  • સમગ્ર જિલ્લામાં મોડી રાતે પડેલા વરસાદથી ધરતી પુત્રો ખુશ ખુશાલ આજે પણ વરસાદી માહોલ

અમરેલી જિલ્લામાં રાત્રે અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સાંબેલાધાર વરસાદ ખાબકતા કેટલાક ખેતરો પાણીથી ભરાય ગયા હતા. અહીં આવેલી સૌથી મોટી શેત્રુંજી નદીમા પણ નવાનીર પાણીની આવક થતા સમગ્ર વિસ્તારમા લોકોમા ખુશી જોવા મળી રહી છે. કેટલાય સમયથી શેત્રુંજી નદી ખાલી ખમ હતી, પરંતુ આજે નવા નીર આવતા આસપાસની ખેતી પણ મુજબત થવાની આશાએ લોકોનું મનોબળ વધુ મજબૂત થયુ છે.

અમરેલી જિલ્લામા ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોતા હતા તેવા સમયે ગઈ કાલે પ્રથમ જાફરાબાદ તાલુકાના ગામડામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ચોત્રા,ભટવદર,સરોવડા,કથારીયા,કાતર આસપાસના મોટાભાગના ગામડામાં સારો એવો વરસાદ પડતા રોડ રસ્તા પર પાણી ભરાયા હતા ત્યારબાદ મોડી રાતે રાજુલા પંથકમાં પણ વરસાદ પડ્યો હતો. રાતે અમરેલી શહેર તાલુકા અને સાવરકુંડલા પંથકમા સાંબેલાધાર વરસાદ ખાબકતા પાણી પાણી જોવા મળી રહ્યું છે.

આજે પણ વરસાદ આવે તેવુ વાતાવરણ બંધાયુઅમરેલી જિલ્લામા આજે બપોર બાદ ફરી વરસાદ આવી શકે છે. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. વાદળ છાયા વાતાવરણથી આજે પણ લોકોને વરસાદ આવે તેવી આશા બંધાય છે.

અન્ય સમાચારો પણ છે...