વિરોધ:અમરેલી જિલ્લામાં 23મીએ 350 એસટી બસના પૈડા હડતાલના કારણે થંભી જશે, 16મીએ કર્મચારી કાળી પટ્ટી ધારણ કરશે

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એસટીના ત્રણેય યુનિયન વિવિધ માંગણીને લઈને હડતાલમાં જોડાશે

અમરેલી સહિત રાજ્યભરમાં 23મીએ એસટીના ત્રણેય યુનિયન કર્મચારીઓની માંગણીને લઈને હડતાલમાં જોડાશે. જેના કારણે અમરેલી એસટી ડિવીઝનના સાત ડેપોમાં 350 બસના પૈડા થંભી જશે. તેમજ 16મીએ કર્મચારી યુનિયન દ્વારા કાળી પટ્ટી ધારણ કરી કામગીરીમાં જોડાશે. અમરેલી એસટીના ભારતીય મજદુર સંઘના મહામંત્રી વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કર્મચારીઓને જુલાઈ- 2019થી 5 ટકા મોંઘવારી ભથ્થા, એરીયર્સ, સેટલમેન્ટ કરાર મુજબ 7માં પગારપંચની અમલવારીથી ચુકવવાપાત્ર થતો ઓવરટાઈમ પાછલી અસર સાથે તાત્કાલીક ચુકવવા અને કર્મચારીઓની બઢતીમાં સીસી પ્રમાણપત્રની જરૂરીયાતની જોગવાઈ રદ કરવા સહિતના 18 મુદ્દાની માંગણીઓ છે.

પણ લાંબા સમયથી એસટી નિગમે કર્મચારીઓના હિતમાં નિર્ણય લીધો નથી. અને તેમની માંગણીઓ સ્વીકારી નથી. જેના કારણે અમરેલી એસટીના કર્મચારી મંડળ, વર્કસ ફેડરેશન અને ભારતીય મજદુર સંઘ વિવિધ માંગણીઓ મુદ્દે સરકાર સામે હડતાલ કરશે.

16મીએ અમરેલી, રાજુલા, બગસરા, ધારી, સાવરકુંડલા, ઉના અને કોડીનાર ડેપોમાં કર્મચારી કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવશે. 20મીના રોજ એસટીના ત્રણેય યુનિયન જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવશે. 21મીએ એસટીના તમામ કર્મચારી રીશેષ દરમિયાન પોતાની માંગણી માટે સુત્રોચ્ચાર કરશે. અને 23મીએ એસટીના તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરશે. જેના કારણે અમરેલી એસટી ડિવીઝનની 350 બસના પૈડા થંભી જશે.

જિલ્લામાં 1.32 લાખ કિલોમીટરનું સંચાલન બંધ
અમરેલી એસટી ડિવીઝન હેઠળ અત્યારે 1420 ટ્રીપમાં 1.32 લાખ કિલોમીટરનું સંચાલન થઈ રહ્યું છે. પણ 23મીએ એસટીના 1600 જેટલા કર્મીઓ હડતાલ પર ઉતરવાથી આ સંચાલન ઠપ્પ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...