ઉષ્ણતામાન:અમરેલી પંથકમાં તાપમાન ઘટયું, ભેજ વધતા ઉકળાટમાં થયો વધારો

અમરેલી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભારે પવનના કારણે બપોરે લૂ ફુંકાઇ
  • પારો 41.2 ડિગ્રી પર

પંથકમા પાછલા કેટલાક દિવસોથી આકરી ગરમી પડી રહી છે. જો કે આજે તાપમાન થોડુ ઘટયુ હતુ પરંતુ ભેજનુ પ્રમાણ વધતા ભારે બફારાથી લોકો ત્રસ્ત બન્યા હતા. તો બપોરના સુમારે લૂ ફુંકાઇ હતી. આજે શહેરનુ મહતમ તાપમાન 41.2 ડિગ્રી નોંધાયુ હતુ.

પવનની ઝડપ 12.3 કિમીની રહેતા ધૂળની ડમ્મરીઓ ચડી
હવામાન વિભાગની આગાહી મુજબ પાછલા ઘણા દિવસોથી તાપમાન ઉંચકાઇ રહ્યું છે. બે દિવસ પહેલા તો અમરેલી પંથકમા તાપમાન 43.4 ડિગ્રી સુધી ઉંચે નોંધાયુ હતુ. આજે શહેરનુ મહતમ તાપમાન 41.2 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 26.8 ડિગ્રી રહ્યું હતુ. તો હવામા ભેજનુ પ્રમાણ 74 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 12.3 કિમીની નોંધાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અમરેલી જિલ્લામા માવઠાની સ્થિતિ પણ ઉભી થઇ હતી અને અનેક સ્થળે કમોસમી વરસાદ પડયો હતો. જો કે બાદમા આકરો તાપ પડવાની શરૂઆત થઇ હતી. આજે હવામા ભેજનુ પ્રમાણ વધતા ભારે ઉકળાટથી લોકો ત્રસ્ત બન્યાં હતા. બપોરના સુમારે લૂ પણ ફુંકાઇ હતી.જ્યારે 12.3 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ધૂળની ડમ્મરીઓ ઉડી હતી. ધૂળની ડમ્મરીને કારણે ખાસ કરીને ટુ-વ્હિલર વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...