પોલીસ તંત્રની અપીલ:અમરેલી જિલ્લામાં પોલીસ તંત્રએ સ્પીકર મારફતે કોરોના વિરૂદ્ધ સાવચેતી રાખવા અનુરોધ કર્યો

અમરેલી4 મહિનો પહેલા
  • સ્પીકર મારફતે એનાઉન્સ કરી માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અપીલ કરાઈ
  • અમરેલી જિલ્લામાં હાલમાં 20 ઉપરાંત કોરોનાના એક્ટિવ કેસ

અમરેલી જિલ્લાના પોલીસ વડા દ્વારા અમરેલી જિલ્‍લાના તાલુકા મથકો પર કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરાવવા તમામ પોલીસ મથકોમાં કડક સુચના આપી દેવામાં આવી છે. ત્યારે જાફરાબાદ ટાઉન પોલીસ દ્વારા લોકોને કોરોની ત્રીજી લહેરથી બચાવવા જાગૃતિ લાવવા ગાડીમાં સ્પીકર સાથે જુદા જુદા વિસ્તારમાં ફરીને કોરોના સામે સાવચેતી રાખવા જાણ કરવામાં આવી હતી.

હાલમાં કોરોનાના કેસોમાં વધારો થતા કોરોના સામે સાવચેતી તેમજ તમામને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, કાયમી માસ્ક પહેરી રાખવા તેમજ માસ્ક ના પહેરનાર પાસે 1000 રૂપિયાનો દંડ લેવાની જાણકારી ગાડીમાં સ્પીકર સાથે ફરી આપવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા સ્પીકર સાથે જાહેરાત કરી તમામ સુચના આપવામાં આવી હતી. બીજી તરફ ગુજરાતમાં પણ દિન-પ્રતિદીન કોરોના કેસમાં વધારો થતો જોવા મળ્યો છે. નોંધનીય છે કે અમરેલી જિલ્લામાં પણ જુદાજુદા તાલુકામાં 20 ઉપરાંત કોરોના કેસ જોવા મળ્યા છે.

અમરેલી જિલ્લામાં સંક્રમણ વધી રહ્યું છે ત્યારે જિલ્લાનું તંત્ર એલર્ટ જોવા મળી રહ્યુ છે. બીજી તરફ જાફરાબાદ પોલીસ દ્વારા પણ સાવચેતીના પગલા રૂપે સ્પીકર મારફતે એનાઉન્સ કરી માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અનુરોધ કરવામાં આવ્યો છે. ખુદ પોલીસ વડાએ કડક આદેશ આપતા પોલીસ તંત્ર હરક્તમાં જોવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...