નિર્ણય:અમરેલી જિલ્લામાં તલાટી ભરતીના 20 હજારમાંથી 200 ઉમેદવાર જ ફી પરત લેવા પહોંચ્યા

અમરેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય જિલ્લાના ઉમેદવારોને ફી કરતા આવક – જાવકનો ખર્ચ વધી જતો હોવાથી ફરક્યા જ નથી

તલાટી મંત્રી અને કલાર્કની ભરતી પ્રક્રિયા રદ કરાઇ છે. જેના કારણે જિલ્લા પંચાયત સમિતિએ જનરલ ઉમેદવારની રૂપિયા 100ની ફી પરત આપવાનો નિર્ણય કર્યો હતો. અહી 20 હજાર ઉમેદવાર પૈકી માત્ર 200 ઉમેદવાર જ પોતાની ફી પરત લેવા માટે જિલ્લા પંચાયત ખાતે પહોંચ્યા હતા.રાજ્યભરમાં બે વર્ષ પહેલા તલાટી મંત્રી અને કલાર્કની ભરતી બહાર પાડવામાં આવી હતી. અહી અમરેલી જિલ્લા પંચાયત દ્વારા 126 તલાટી અને 57 કલાર્કની ભરતી બહાર પાડી હતી. જેમાં અરજીઓનો ધોધ વહ્યો હતો.

પણ જનરલ કેટેગરીના ઉમેદવાર પાસેથી રૂપિયા 100ની ફી વસુલાલહતી. જિલ્લામાં 20 હજાર ઉમેદવારે 20 લાખ જેટલી ફી ભરી હતી. પણ કોઈ કારણોસર બે વર્ષ સુધી અહી ઉમેદવારોની પરીક્ષા જ લેવાઇ ન હતી. જે બાદ અંતે રાજ્યભરની સાથે સાથે અમરેલી જિલ્લામાં પણ તલાટી મંત્રી અને ક્લાર્કની ભરતી રદ કરાઇ હતી. અને ઉમેદવારોની ફી પરત કરવાનો નિર્ણય કરાયો હતો.

અહી અમરેલી જિલ્લા પંચાયત કચેરી ખાતે 27 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી ઉમેદવારોને ફી પરત અપાઇરહી હતી. અન્ય જિલ્લાના અને દુરના તાલુકાના ઉમેદવારોને ફી લેવા માટે અમરેલી જિ. પં.કચેરી ખાતે આવવાનો ખર્ચ ડબલ થતો હતો. અને ફી માથે પડતી હતી. જેના કારણે 19800 ઉમેદવાર ફી પરત લેવા ફરક્યા પણ ન હતા.

પોસ્ટ ઓફિસે ઉમેદવારના રૂ. 12 પરત આપ્યા નથી
તલાટી અને ક્લાર્કની ભરતીમાં રૂપિયા 112ની ફી વસુલવામાં આવી હતી. જેમાં રૂપિયા 100 જિલ્લા પંચાયતે પરીક્ષા ફીના અને રૂપિયા 12 પોસ્ટ ઓફિસે પોતાનો ચાર્જ વસુલ્યો હતો. પણ ભરતી રદ થતા જિલ્લા પંચાયતે ફી પરત આપવાનો નિર્ણય કર્યો હતો. પણ હજુ સુધી પોસ્ટ ઓફિસે ઉમેદવારોને ચાર્જ પરત આપવા અંગે કોઈ નિર્ણય કે સરકારમાંથી પરીપત્ર થયો નથી.

અન્ય સમાચારો પણ છે...