તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • In Amreli District, Only 19 Per Cent Of Support Groundnuts Were Procured And Six Centers Were Closed Due To Non arrival Of Farmers

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અમરેલી જિલ્લામાં ટેકાની મગફળી ખરીદી માત્ર 19 ટકા, ખેડૂતો ન આવતા છ સેન્ટર બંધ કરાયા

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • 37,449 રજીસ્ટ્રેશનમાંથી માત્ર 7162 ખેડૂતોની 1,36,306 કવિન્ટલ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી

અમરેલી જિલ્લામાં 9 સેન્ટર પર ટેકાની મગફળી ખરીદી માત્ર 19 ટકા થઈ છે. અહીં ખેડૂતોને બોલાવવા છતાં પણ ન આવતા પુરવઠા વિભાગે 6 સેન્ટર બંધ કરી દીધા છે. જિલ્લામાં ટેકાની મગફળી ખરીદીમાં 37449 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ ખુલ્લા બજારમાં મગફળીનો સારો ભાવ મળતા 30287 ખેડૂતોએ મગફળી વેચી દીધી છે.

જિલ્લાના અમરેલી, બાબરા, લાઠી, ધારી, ટીંબી, સાવરકુંડલા, ખાંભા, રાજુલા અને બગસરા સેન્ટર ખાતે પુરવઠા નિગમ દ્વારા રૂપિયા1055ના ટેકાના ભાવે મગફળી ખરીદી સેન્ટર શરૂ કર્યા હતા. અહીં 11 તાલુકામાંથી 37449 ખેડૂતોએ ટેકાની મગફળી ખરીદીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ અસાનક માર્કેટીંગ યાર્ડના ખુલ્લા બજારમાં ટેકાની આસપાસના ભાવ ખેડૂતોને મળતા હતા.

જેના કારણે જિલ્લાભરમાં 30287 ખેડૂતોએ મગફળી ખુલ્લા બજારમાં વેચી દીધી હતી. હાલ ટેકાની મગફળી માત્ર 19 ટકા થઈ છે. પુરવઠા તંત્રએ 34518 ખેડૂતોને એસએમએસ કર્યા પણ માત્ર 7162 ખેડૂતો 136306 કવિન્ટલ મગફળી ટેકામાં આપી હતી. અહીંના લાઠી, ધારી, બાબરા, બગસરા, ટીંબી અને અમરેલી સેન્ટર પર ટેકાની ખરીદીમાં ખેડૂતો ન હોવાથી પુરવઠા નિગમે અઠવાડિયા પહેલા જ બંધ કરી દીધા છે.

ક્યાં સેન્ટર પર કેટલા ખેડૂતોની મગફળી ખરીદી

સેન્ટરરજીસ્ટ્રેશનખરીદીકવિન્ટલ
અમરેલી286170012912
બાબરા760978514125
લાઠી17902204084
ધારી27202505024
ટીંબી177592415,483
કુંડલા59691,32528,210
ખાંભા53871,02418,736
રાજુલા46541,40526,563
બગસરા468452911165

3 જાન્યુ સુધીમાં તમામ સેન્ટર બંધ કરાશે
જિલ્લા પુરવઠા નિગમ અધિકારી મકવાણાએ જણાવ્યું હતું કે, હાલ સાવરકુંડલા, રાજુલા અને ખાંભા સેન્ટરમાં ખરીદી શરૂ છે. અહીં પણ 3 જાન્યુઆરી સુધીમાં ખરીદી પૂર્ણ કરાશે. - મકાવાણા, પુરવઠા નિગમ અધિકારી

મોટા ભાગના ખેડૂતોની મગફળી રીજેક્ટ
જિલ્લામાં ઓણસાલ 172 ટકા વરસાદ પડ્યો હતો. જેના કારણે અહીં મગફળી ખરીદીમાં પણ મોટા ભાગના ખેડૂતોને ભેજ વધારે હોવાથી મગફળી રીજેક્ટનો પ્રશ્ન સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો