મેગા વેક્સિનેશન ડ્રાઈવ:અમરેલી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા એક જ દિવસમાં 11 હજારથી વધુ લોકોને વેક્સિન અપાઈ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં મેગા વેક્સિનેશન ડ્રાઈવને બહોળો પ્રતિસાદ
  • જિલ્લામાં રવિવારે 3721 લોકોને પ્રથમ અને 7847 લોકોને બીજો ડોઝ અપાયો

અમરેલી જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા મેગા વેક્સિનેશન ડ્રાઈવ યોજવામાં આવી હતી. જે અંતર્ગત 276 જેટલી સાઈટ ઉપર આરોગ્ય તંત્રના 1600 જેટલા કર્મીઓએ 11 હજારથી વધારે લોકોને કોરોના પ્રતિરોધક વેક્સિન આપી હતી.

આરોગ્ય વિભાગના બપોરના 4 વાગ્યાના અહેવાલ પ્રમાણે આજે રવિવારે એક જ દિવસમાં જિલ્લામાં 3721 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 7847 લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપી કુલ 11,568 લોકોને વેક્સિન આપી હતી. અમરેલી જિલ્લામાં સૌથી વધારે સાવરકુંડલા તાલુકામાં 2065 અને સૌથી ઓછું લીલીયા તાલુકામાં 266 જેટલું વેક્સિનેશન થયું હતું. હજુ પણ કોવિડ વેક્સિન લેવામાં વંચીત તમામને તાત્કાલિક અસરથી વેક્સિન લેવા આરોગ્ય તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...