સારા વરસાદની આશાએ વાવણી:અમરેલી જિલ્લામાં સતત ચાર દિવસ વરસાદી માહોલ રહેતા ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા

અમરેલી14 દિવસ પહેલા
  • કેટલાક વિસ્તારમાં વરસાદ ન વરસ્યો હોવા છતાં ખેડૂતોએ જોખમ ખેડી વાવણીનો પ્રારંભ કર્યો

અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમાં સતત ત્રણ-ચાર દિવસ મેઘમહેર થતા ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા હતા. જિલ્લાના કેટલાક વિસ્તારમાં હજી વરસાદ વરસ્યો ન હોવા છતાં ખેડૂતોએ સારા વરસાદની આશાએ વાવણીકાર્ય શરૂ કરી દીધું છે.

ચાલુ વર્ષે મગફળીનું વાવેતર વધવાની શક્યતાઅમરેલી જિલ્લામાં સામાન્ય રીતે મગફળી ઉપરાંત કપાસનું પણ મોટાપ્રમાણમાં વાવેતર થાય છે. ગત સીઝનમાં મગફળીના ઊંચા ભાવ મળ્યા હોય ચાલુ સીઝનમાં મગફળીનું વાવેતર વધવાની શક્યતા છે.ખેડૂતો મગફળી ઉપરાંત કપાસ અને કઠોળ પાકનું પણ વાવેતર કરશે.

સારા વરસાદની આશાએ ભીમ અગિયારસથી વાવણી શરૂઅમરેલી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારમાં વાવણીલાયક વરસાદ થઈ ચૂક્યો છે. તો જે વિસ્તારમાં વરસાદ નથી વરસ્યો ત્યાંના ખેડૂતોએ પણ સારા વરસાદની આશાએ વહેલા વાવેતર શરૂ કરી દીધા છે.

ભૂતકાળમાં ભીમ અગિયારસથી ખેડૂતોએ વાવણી કરી જ દેતાભૂતકાળમાં ભીમ અગિયારસે વરસાદ વરસે કે ન વરસે ખેડૂતો સારું મુહૂર્ત ગણી વાવણીનો પ્રારંભ કરી દેતા. જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગના વાતાવરણમાં ફેરફાર આવતા ભીમ અગિયારસ બાદ વાવણી થતી હોય છે. હાલ પણ જે ખેડૂત પાસે થોડી ઘણી પાણીની સુવિધા હોય તેઓ સારા વરસાદની આશાએ વહેલું વાવેતર કરી દેતા હોય છે.

અમરેલીમાં ચાર દિવસથી વરસા રહ્યો છે વરસાદહવામાન વિભાગની સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના કેટલાક વિસ્તારમાં તો નોંધપાત્ર વરસાદ વરસી જતા નદીઓ પણ બે કાંઠે વહેવા લાગી છે. વહેલા વરસાદના કારણે જિલ્લામાં વાવણી પણ વહેલી થશે.

અન્ય સમાચારો પણ છે...