તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:અમરેલી પંથકમાં વહેલી સવારે ઠંડી, બપાેરે ગરમી

અમરેલી21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભેજનું પ્રમાણ વધતા સવારે ધાબડિયું વાતાવરણ

અમરેલી પંથકમા ત્રણ ચાર દિવસથી લાેકાે બેવડી ઋતુનાે અનુભવ કરી રહ્યાં છે. વહેલી સવારે ઠંડી અને બપાેરે ગરમીનાે માહાેલ જાેવા મળી રહ્યાે છે. હવામા ભેજનુ પ્રમાણ વધતા સવારના સમયે ધાબડીયુ વાતાવરણ જાેવા મળી રહ્યું છે. શિયાળાે હવે તેના અંત તરફ હાેય હાલ અમરેલી પંથકમા બેવડી ઋતુ જાેવા મળી રહી છે. અહી વહેલી સવારે ઠંડી પડી રહી છે.

જાે કે સુર્યનારાયણ ઉગતાની સાથે જ વાતાવરણ હુંફાળુ બની જાય છે અને બપાેર થતા સુધીમા ગરમીનાે લાેકાે અહેસાસ કરી રહ્યાં છે. અાજે શહેરનુ મહતમ તાપમાન 30 ડિગ્રી નાેંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 14.2 ડિગ્રી રહ્યું હતુ. જયારે હવામા ભેજનુ પ્રમાણ 76 ટકા નાેંધાયુ હતુ. તાે પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 5.5 કિમીની રહી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે વડીયા પંથકમા સવારના સુમારે ગાઢ ધુમ્મસ છવાઇ ગયુ હતુ. જેના કારણે થાેડી કલાક માટે માર્ગાે પરથી પસાર થતા વાહન ચાલકાેને પણ મુશ્કેલી પડી હતી. જાે કે હાલ અમરેલી શહેરમા લાેકાે બેવડી ઋતુનાે અનુભવ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો