પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા:અમરેલી જિલ્લામાં ડીડીઓ દ્વારા પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરાઇ

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પક્ષીઓના ચણ માટે 25 નંગ પ્લાસ્ટીકના બાસ્કેટ રાખવામાં આવ્યા

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અપીલને ધ્યાને લઇ અમરેલી જિલ્લામાં પક્ષીઓ માટે પાણી-ચણની વ્યવસ્થા ડીડીઓ દ્વારા કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓનાં સંયુક્ત સહકારથી 80 નંગ માટીના પાણીના કુંડા તમામ ઓફિસને વિતરણ કરવામાં આવ્યા હતા.

જિલ્લા પંચાયતના પટાંગણ અને ઉપરના ભાગે પણ કુંડા રાખવામાં આવ્યા, પક્ષીઓના ચણ માટે 25 નંગ પ્લાસ્ટીકના બાસ્કેટ રાખવામાં આવ્યા છે, જેથી ચણનો બગાડના થાય તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે. પક્ષીઓ માટે કુલ 40 કિલો ચણ જેમાં ચોખા, બજારો, જુવાર અને મકાઈ એકત્રિત કરીને તમામ જગ્યા પર વિતરણ કરવામાં આવ્યા છે. જ્યાં જ્યાં પાણીના કુંડા રાખવામાં આવ્યા છે તે કુંડામાં ટુંક સમયમાં દેશી ગોળનાં ટુકડા પણ નાખવાની કાર્યવાહી કરવામાં આવશે.

ગોળના ટુકડા ગ્લીકોઝ્નું કામ કરે છે. પાણીના કુંડા સાથે પક્ષીઓના આરોગ્યનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. પાણી રોજ બદલવામાં આવે છે. જેથી મચ્છર ઉત્પનથી રોગ ન ફેલાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. આ તમામ કાર્યમાં અમરેલી જિલ્લા વિકાસ અધિકારીએ અંગત રસ લઇ કાર્ય આગળ વધારવાની ગાઈડ લાઈન આપી છે. 42 ડીગ્રી વચ્ચે કાળઝાળ ઉનાળાની ગરમી વચ્ચે પાણીની વ્યવસ્થા પક્ષીઓ માટે આશિર્વાદરૂપ બનશે. ગરમી અને આકરા તાપમાન વચ્ચે પાણી ચણ વગર પક્ષીઓ તડફડીયા મારતા અટકી શકે છે.

અમરેલી જિલ્લા ડી.ડી.ઓ દિનેશ ગુરૂરએ જણાવ્યું હતું કે, પક્ષીઓને તડકામાં ત્રાસ થાય છે, અને મુખ્યમંત્રીની અપીલ અને કર્મચારીની લાગણી અને અધિકારીઓના સહકારથી પક્ષીઓ માટે ચણ અને પાણીના કુંડ મુક્યાં છે, જેમાં દરોજ સાંજે પાણી બદલવવામાં આવશે ચણ પણ બદલાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...