તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ:અમરેલી જિલ્લામાં 54315 હેકટરમાં રવિ પાકનું વાવેતર, ઘઉં, ચણા અને ડુંગળીનું વાવેતર વધ્યું

અમરેલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 172 ટકા વરસાદ પડયો હોય હજુ પણ કુવા અને બોર છલોછલ, ઠંડી વધતા આગામી દિવસોમાં વાવેતર વધશે

જિલ્લામાં ઓણસાલ 172 ટકા વરસાદ પડતા શિયાળાના પ્રારંભમાં પણ કુવા અને બોર છલોછલ ભરાયેલા છે. જિલ્લામાં ભૂતળમાં પાણી હોવાના કારણે ઘઉં, ચણા અને ડુંગળી સહિતના પાકનું 54315 હેકટરમાં રવિ વાવેતર નોંધાયું છે. આગામી દિવસોમાં ઠંડી જોર પકડતાં હજુ પણ વાવેતર વધવાની સંભાવના છે. જિલ્લામાં આ વર્ષે મેઘરાજાએ મહેરબાની કરી હતી. અહીં ચોમાસાની સિઝનમાં જિલ્લામાં 172 ટકા વરસાદ પડ્યો છે. જેના કારણે ચેકડેમ, નદી અને નાળાઓમાંથી શિયાળાના પ્રારંભ સુધી પાણીનો પ્રવાહ વહેતો હતો. હજુ પર કુવા અને બોર છલોછલ ભરાયેલા છે. જેની અસરે હાલ રવિ પાકના વાવેતરમાં જોવા મળે છે. અહીં 11 તાલુકામાં 54315 હેકટરમાં વાવેતર થઈ ગયું છે.

ખેડૂત એકતા મંચના જિલ્લા પ્રમુખ મહેશભાઈ ચોડવડીયાએ જણાવ્યું હતું કે શિયાળાની શરૂઆતમાં જ ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. જેના કારણે ઘઉં, ચણા અને ડુંગળીના પાકનું વાવેતર વધ્યું છે. તેમજ કપાસમાં ગુલાબી ઈયળ આવતા ખેડૂતો કપાસ કાઢી અને શિયાળુ વાવેતર શરૂ કર્યું છે. જેના કારણે આગામી દિવસોમાં હજુ પણ રવિ પાકનું વાવેતર વધશે.

ક્યાં તાલુકામાં કેટલા હેકટરમાં વાવેતર ?
અમરેલી 3088
બાબરા 14623
બગસરા 3322
ધારી 5885
જાફરાબાદ 2960
ખાંભા 1566
લાઠી 1928
લીલીય 576
રાજુલા 2234
સાવરકુંડલ 5783
કુંકાવાવ 12350

ક્યાં પાકનું કેટલા હેકટરમાં વાવેતર?
ઘઉં 8920
બાજરી 217
ચણ 20929
જીરૂ 2669
ધાણા 5171
લસણ 1257
ડુંગળી 2858
શાકભાજી 2737
ઘાસચારો 9168

અન્ય સમાચારો પણ છે...