તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોમાં નારાજગી:અમરેલી જિલ્લામાં વાવાઝોડા બાદ કેળાનું વાવેતર 164 હેક્ટર ઘટ્યું

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉત્પાદન પણ 8006 મેટ્રીક ટનમાંથી 2552 પર પહોંચતા ખેડૂતોમાં નારાજગી

અમરેલી જિલ્લામાં વાવાઝોડા બાદ બાગાયત ખેતીના વાવેતરમાં ધરખમ ઘટાડો જોવા મળે છે. અહી તૌક્તેએ તબાહી મચાવતા જિલ્લાભરમાં કેળાનું વાવેતર 164 ટકા ઘટી ગયું છે. તેમજ ઉત્પાદન પણ 8006 મેટ્રીક ટનમાંથી 2552 પર પહોંચી ગયું છે. ખાસ કરીને ગીર પંથક અને દરિયાપટ્ટી વિસ્તારમાં કેળાના વાવાતરનો ભારે પવનના કારણે કચરઘાણા નિકળી ગયો હતો. 17મેના રોજ આવેલા વાવાઝોડાએ જિલ્લાભરમાં વિનાશ વેર્યો હતો. ખાસ કરીને આંબા, બોર, કેળા, લીંબુ અને નાળિયેલી જેવા બાગાયત પાક જમીનદોસ્ત થયા હતા. અહી ખેડૂતોની વર્ષોની મહેનત પર માત્ર એક રાતમાં પાણી ભરી વળ્યું હતું.

અમરેલી જિલ્લામાં કેળાનું વાવેતર પ્રથમ 229 હેક્ટરમાં હતું. જેનું ઉત્પાદન 8006 મેટ્રીક ટન થતું હતું. પણ હવે વાવાઝોડાના કારણે જિલ્લાભરમાં માત્ર 65 હેક્ટરમાં કેળાનું વાવેતર બચ્યું છે. અને તેમનું ઉત્પાદન 2552 મેટ્રીક ટન થઈ રહ્યું છે. કેળાનું વાવેતર 164 હેક્ટરમાં ઘટતા તેમની સાથે ઉત્પાદનમાં પણ 5454 મેટ્રીક ટનનો ઘટાડો થયો હતો. બીજી તરફ પ્રતિ હેક્ટરના ઉત્પાદનમાં વધારો થયો છે. અમરેલી બાગાયત વિભાગ તરફથી મળતા આંકડા મુજબ જિલ્લામાં કેળાનું પહેલા પ્રતિ હેક્ટર 34.96 મેટ્રીક ટન ઉત્પાદન હતું. વાવાઝોડા બાદ પ્રતિ હેક્ટરનું ઉત્પાદન 39 મેટ્રીક ટન પર પહોંચી ગયું છે.

અન્ય સમાચારો પણ છે...