અમરેલી જિલ્લામા છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે ખેડૂતોને નુકસાન જવાના કારણે રાજ્ય સરકારના આદેશ બાદ જિલ્લા કલેકટરની સૂચના અને સુપરવિઝન ઉપર હાલ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કામગીરી શરૂ છે. જેમાં અલગ અલગ તાલુમમાં જ્યાં વરસાદ પડ્યો છે તેવા વિસ્તારમાં સર્વે શરૂ કર્યો છે. ત્યારબાદ સર્વે ટીમો દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારીને રિપોટ સોંપ્યા બાદ નકી થશે ક્યાં કેટલું નુકસાન છે હાલ સર્વે કામગીરી ઝડપી કરવા માટે 64 જેટલી ટીમો કામે લગાડવામાં આવી છે જેમાં ધારી,લાઠી, ખાંભા,બગસરા,માં 32 ટીમો દ્વારા સર્વે કામગીરી ચાલી રહી છે 90% ઉપરાંત અહીં સર્વે કરી દેવાયો છે પરંતું સંપૂર્ણ સર્વે બાદ જિલ્લા કક્ષાએ રિપોટ કરવામાં આવશે એવી જ રીતે હાલ સાવરકુંડલા, જાફરાબાદ,કુંકાવાવ સહિત વિસ્તારમાં વધુ 64 ટીમો દ્વારા સર્વે કામગીરી કરાય રહી છે જેમાં વિવિધ કર્મચારીઓ દ્વારા સર્વે કરાય રહ્યો છે જેમાં બાગાયતી ખેતી ઉપર પણ અસર હોવાનુ ખેતીવાડી વિભાગના ધ્યાન ઉપર આવ્યું છે ખેડૂતોને સર્વે બાદ નુકસાન અંગે રિપોટ તૈયાર થયા બાદ રાજય સરકારને રિપોટ કરવામાં આવશે અને ત્યાર પછી નક્કી થશે.
અમરેલી ખેતીવાડી અધિકારી જે.કે.કાનાણી એ જણાવ્યું હાલ ચાલુ માસે 4 તારીખથી આ જિલ્લામાં કમોસમી વરસાદ પડવાના કારણે ક્યાંક કરા અને વરસાદ પડવાના કારણે ખેતી અને બાગાયતી પાકોમાં નુકસાન થવાની શક્યતાના કારણે પ્રથમ આપણે લાઠી ધારી બગસરા ખાંભામાં 32 ટીમો દ્વારા સર્વે કામગીરી શરૂ કરી હતી જ્યાં 90% જેટલો સર્વે થયો છે અને રિપોટ આવવામાં છે ત્યારબાદ 21 તારીખ સુધી જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં કમોસમી વરસાદ થવાના કારણે સીધી અસર ખેતી પાકોમાં થતી હોવાને કારણે આપણે ગઈ કાલથી 64 ટીમો તાત્કાલીક અસરથી નિમિ છે જેમાં સાવરકુંડલા રાજુલા જાફરાબાદ ખાંભા કુંકાવાવ અમરેલીમાં સર્વે કામગીરી હાલ શરૂ છે આ કમોસમી વરસાદથી રવીપાક સહિત પાકોમ અસર થતી હોય છે કપાસ ઢળી જવો આવા પ્રશ્નો બનતા હોય છે સંપૂર્ણ સર્વે રિપોટ બાદ નુકસાન નકી કરવામાં આવશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.