કાર્યવાહી:અમરેલી જિલ્લામાં 89 શખ્સ નશો કરેલી હાલતમાં ઝડપાયા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 8 સ્થળેથી દેશીદારૂ ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી

અમરેલી જિલ્લામા દારૂની હેરાફેરી, નશાખોરી અને વેચાણની પ્રવૃતિ સામે પોલીસે લાલ આંખ કરી છે. પોલીસ દ્વારા જિલ્લામા ત્રણ દિવસથી ખાસ ઝુંબેશ ચલાવવામા આવી રહી છે. ત્યારે આજે પોલીસે જિલ્લામાથી 89 શખ્સોને નશો કરેલી હાલતમા ઝડપી પાડયા હતા.પોલીસે લાઠી, અકાળા, લીલીયા, બગસરા, હુલરીયા,અરજણસુખ, મોટી કુંકાવાવ, હનુમાન ખીજડીયા, વડીયા, સાવરકુંડલા, ખાંભા ટી પોઇન્ટ, મોટા જીંજુડા, દુધાળા ચેકપોસ્ટ, રાજધાની ચેકપોસ્ટ, રામપરા-2, ભેરાઇ, ચાંચ, જાફરાબાદ, સમઢીયાળા, દામનગર, ટીંબી ચેકપોસ્ટ, અમરેલી, બાબરા, વંડા, રાજુલા વિગેરે સ્થળેથી મળી કુલ 89 શખ્સોને નશો કરેલી હાલતમા ઝડપી લીધા હતા.આ ઉપરાંત પોલીસે બાબરામા વેલનાથ સોસાયટી નજીક કાર ઇકો કારમા દેશીદારૂની હેરાફેરી કરી રહેલા કિરીટ કેશુ સોલંકી, રાહુ ભવાણીયા, અશરફ સૈયદ, નિલેષ ધાધલ, ઘુઘા જગુભાઇ ધાધલ, જગુ દડુભાઇ વાળા નામના શખ્સોને ઝડપી લઇ 2.54 લાખનો મુદામાલ કબજે લીધો હતો. તેમજ જાફરાબાદ, ચાંપાથળ, અરજણસુખ, વડીયા વિગેરે સ્થળેથી દેશીદારૂ કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...