તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગાર:અમરેલી જિલ્લામાં 14 સ્થળેથી જાહેરમાં જુગાર રમતા 56 શખ્સ ઝડપાયા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી પાેલીસે 14 સ્થળેથી 56 જુગારીને ઝડપી લઇ કુલ રૂપિયા 3.74 લાખનાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાેલીસે દામનગરમાથી જાહેરમા જુગાર રમી રહેલા સની હમીર નાવડીયા, રવિ બાલા નાવડીયા, કિશન અશાેક નાવડીયા અને રાજુ અશાેક નાવડીયાને 790ની મતા સાથે ઝડપી લીધા હતા. જયારે ધારીના હીમખીમડીપરામાથી ચાંપરાજ જીણા સાતલીયા, જયસુખ કેશુ સાતલીયાને 810ની મતા સાથે જુગાર રમતા ઝડપી પાડયા હતા. તાે છતડીયામાથી રમેશ બચુ જાળેરા, મનુ જીવરાજ રવાેદરા, મુકેશ ધીરૂ રવાેદરા, સાહિદખાન દિલાવરખાન પઠાણ, કાંતાબેન જેરામ બાેડીલા, મુકતાબેન ભુપત ચારાેલા, લીલીબેન બટુક ડાબસરા નામના શખ્સાેને 5800ની મતા સાથે જુગાર રમતા ઝડપી પાડયા હતા.

અા ઉપરાંત પાેલીસે સાવરકુંડલાના સીમરણમાથી દેવરાજ જસવંત સાેંદરવા, પ્રકાશ હમીર દાફડા, જયસુખ ભીખા સાેંદરવાને 1705ની મતા સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. જયારે વિજપડીમાથી જગદીશ ભાભલુ મકવાણા, દાના નાનજી મકવાણા અને કેતન સાેમા પુરબીયાને 1180ની મતા સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. જાફરાબાદમાથી જીગર નાગર સાંખટ, ઉમેશ જેઠા બારૈયા, ભુપત છગન ડાભીને 1070ની મતા સાથે, મિતીયાળામાથી ગાેકુલ જાદવ, નરેન્દ્ર કાેલને 1010ની મતા સાથે, ખાંભામાથી પ્રવિણ નાનજી જીયાણી, મનુ છના સાગઠીયા, મનુ લખમણ જાેગદીયાને 3165ની મતા સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. રાજુલામાથી બીજલ ભાયા ગુજરીયા સહિત ત્રણ શખ્સાેને 2160ની મતા સાથે, સાવરકુંડલામા મિલન બાબુ ગઢીયા સહિત ત્રણ શખ્સાેને 2930ની મતા સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. અામ પાેલીસે કુલ 56 જુગારીને ઝડપી લઇ રાેકડ રૂપિયા 2,04,900, માેટર સાયકલ મળી કુલ રૂપિયા 3,74,900નાે મુદામાલ કબજે લીધાે હતાે.

અન્ય સમાચારો પણ છે...