તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ ઝુંબેશ ફરી વેગવંતી:અમરેલી જિલ્લામાં 54.81 % એ વેક્સિનનાે પ્રથમ ડોઝ લીધો

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 37.35 ટકા લોકોએ બીજો ડોઝ લીધો, વેક્સિન લેવા યુવાનાેમાં ઉત્સાહ દેખાયો

અમરેલી જિલ્લામા ફરી રસીકરણની ગતિ વધારાઇ છે. રસીકરણ શરૂ થયાના અત્યાર સુધીમા જિલ્લામા 54.81 ટકા લોકોએ વેકસીનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. જયારે 37.35 ટકા લોકોએ વેકસીનનો બીજો ડોઝ લઇ લીધો છે. સરકાર દ્વારા 21મીએ વિશ્વ યોગ દિને દરેક નાગરિકને નિ:શુલ્ક રસી આપવા માટે નિર્ધાર કર્યો હોય જે અંતર્ગત 21મીએ જિલ્લામા એક જ દિવસમા 18 થી 44 વયજુથના 76 ટકા લોકોએ વેકસીન લીધી હતી.

જો કે રસીકરણની શરૂઆત બાદ અત્યાર સુધીમા અમરેલી તાલુકામા 61.13 ટકા, બાબરામા 48.53 ટકા, બગસરામા 50.48 ટકા, ધારીમા 49.61 ટકા, જાફરાબાદમા 48.63 ટકા, ખાંભામા 50.97 ટકા, કુંકાવાવમા 62.61 ટકા, લાઠીમા 51.92 ટકા તેમજ લીલીયામા 48.52 ટકા અને રાજુલામા 61.69, સાવરકુંડલામા 55.87 ટકા લોકોએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો છે. તો બીજી તરફ અમરેલી જિલ્લામા 18 થી 44 વય જુથના લોકો માટે રસીકરણ આપવાની શરૂઆત થતા અમરેલી તાલુકામા 13.47 ટકા, બાબરામા 6.55 ટકા, બગસરામા 9.73 ટકા, ધારીમા 5.92 ટકા, જાફરાબાદમા 3.65 ટકા, ખાંભામા 5.29 ટકા, કુંકાવાવમા 10.61 ટકા, લાઠીમા 9.96 ટકા, લીલીયામા 10.36 તેમજ રાજુલામા 6.37 અને સાવરકુંડલામા 6.84 ટકા લોકોએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો.

જિલ્લામા 21મીએ વિશ્વ યોગ દિન નિમીતે પ્રધાનમંત્રીએ વેકસીનેશન અભિયાનને વધુ સઘન બનાવવા દરેક નાગરિકને નિ:શુલ્ક રસી આપવા નિર્ધાર કરવામા આવ્યો હતો જેને પગલે અમરેલી જિલ્લામા 18થી 44 વયજુથના લોકોને વેકસીન આપવા આયાેજન કરાયુ હતુ. અહી પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ વેકસીનેશન સેન્ટરોની મુલાકાત લીધી હતી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી.

જિલ્લામાં એક જ દિવસમાં 8360 લોકોએ વેક્સિન લીધી
જિલ્લામા રસીકરણ મહાઅભિયાનનો આરંભ કરાયો હતેા. અહી એક જ દિવસમા 11 હજારના ટાર્ગેટ સામે 8360 લોકોએ વેકસીન લીધી હતી. જેમા અમરેલી તાલુકામા 66 ટકા, બાબરામા 48 ટકા, બગસરામા 83 ટકા, ધારીમા 62 ટકા, જાફરાબાદમા 93 ટકા, ખાંભામા 81 ટકા, કુંકાવાવમા 91 ટકા, લાઠીમા 80 ટકા, લીલીયામા 90 ટકા, રાજુલામા 79 ટકા અને સાવરકુંડલામા 48 ટકા લોકોએ વેકસીન લીધી હતી

જિલ્લાના 91.58 ટકા હેલ્થ કોરોના વોરિયર્સે વેક્સિનનો બીજો ડોઝ લીધો
તો બીજી તરફ અમરેલી જિલ્લામા91.58 ટકા હેલ્થ કોરોના વોરીયર્સે વેકસીનનો બીજો ડોઝ લઇ લીધો છે. આ ઉપરાંત 80.16 ટકા ફ્રન્ટ લાઇન વોરીયર્સે પણ વેકસીનનો બીજો ડોઝ લઇ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...