તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ:અમરેલી જિલ્લામાં પ્રથમ દિવસે 5083 ખેડૂતોએ ચણાનું રજીસ્ટ્રેશન કર્યું

અમરેલી24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 15 ફેબ્રુઆરીથી 9 સેન્ટર પર ખરીદીનો પ્રારંભ કરાશે

અમરેલી જિલ્લામાં ચણા ખરીદના રજિસ્ટ્રેશનના પ્રથમ દિવસે 5083 ખેડૂતોએ નોંધણી કરાવી છે. અહીં 15મીથી 9 સેન્ટર પર ચણા ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે. ગામડાઓમાં વી.સી.ઇ. મારફત રજીસ્ટ્રેશન શરૂ વહેલી સવારથી જ ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતે લાઈનો લગાવી હતી. જિલ્લાભરમાં શિયાળુ પાકમાં ચણાનું વાવેતર વધારે પ્રમાણમાં થયું છે. આ વર્ષે ઉત્પાદન પણ વધવાની સંભાવના ખેડૂતો વ્યકત કરી રહ્યા છે. તેવા સમયે રૂપિયા 1020ના ટેકાના ભાવે ચણા ખરીદીનું રજીસ્ટ્રેશન આજથી શરૂ થયું છે.

વહેલી સવારથી જ ગામડાઓમાં ખેડૂતો વી.સી.ઇ પાસે રજીસ્ટ્રેશન માટે પહોંચ્યા હતા. જિલ્લામાં પ્રથમ વખત એક જ દિવસમાં 5083 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.અમરેલી જિલ્લા પુરવઠા નિગમના અધિકારી મકવાણાએ જણાવ્યું હતું કે 15મીથી બાબરા, લાઠી, અમરેલી, ધારી, બગસરા, ખાંભા, ટીંબી-જાફરાબાદ, રાજુલા અને સાવરકુંડલા એપીએમસી સેન્ટર ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવશે. જિલ્લામાં પ્રથમ વખત મગફળી કરતા ચણા ખરીદીમાં એક જ દિવસમાં 5083 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો