તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:અમરેલી જિલ્લામાં 470 ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા

અમરેલી19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અમરેલીમાં ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ફોર્મ ભરવા પહોંચ્યા ઉમેદવાર
 • કોંગીની યાદી હજુ પણ અધ્ધરતાલ : આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ

અમરેલી જિલ્લામાં પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ પ્રક્રિયાના પાંચમા દિવસે ઉમેદવારોનો ધોધ વહ્યો હતો. અહીં સવારથી બપોરના ત્રણ વાગ્યા સુધીમાં ભાજપ, કોંગ્રેસ, આપ અને અન્ય પક્ષના 470 ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી. અત્યાર સુધી 615 ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે. તેમજ આવતીકાલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. બીજી તરફ કોંગીના નામોની યાદી આજે પણ આવી ન હતી અને માત્ર મૌખિક સૂચનાથી જ કોંગી ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

અમરેલી જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ઉમેદવારોની જાહેરાત ગઈકાલે કરી દીધી હતી.તો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારોને ફોર્મ ભરવા જણાવી દીધું હતું. તેવા સમયે ચૂંટણી અધિકારીઓની કચેરી બહાર ઉમેદવારો ફોર્મ ભરવા માટે ઉમટી પડ્યા હતા. પાંચમા દિવસે જુદા જુદા પક્ષના 470 ફોર્મ રજૂ થયા હતા. તેમજ અત્યાર સુધીમાં જિલ્લાભરમાં 615 ઉમેદવારે ચૂંટણીમાં જમ્પ લાવ્યું છે.જિલ્લામાં 5 નગરપાલિકામાં ગઈકાલે 54 ફોર્મ નોંધાયા હતા. અને આજે 142 ઉમેદવારે ઉમેદવારી નોંધાવતા આંક 196 પર પહોંચ્યો હતો. તેમજ જિલ્લા પંચાયતની 34 સીટ પર ગઈકાલે 16 ફોર્મ રજૂ થયા હતા. અને આજે વધુ 37 ઉમેદવારે ઉમેદવારી નોંધાવતા આંક 53 પર પહોંચ્યો હતો.

11 તાલુકા પંચાયતમાં ગઈકાલે 75 ફોર્મ રજૂ થયા હતા. અને આજે 291 ઉમેદવારે ઉમેદવારી નોંધાવતા આંક 441 પર પહોંચ્યો હતો. આજે ઠેક ઠેકાણે ઢોલ-નગારાના નાદ સાથે ઉમેદવારી પત્રો ભરાયા હતા. ભાજપ અને કોંગ્રેસમાં કેટલીક સીટો માટે હજુ પણ છેલ્લી ઘડીની ખેંચતાણ ચાલી રહી છે. જોકે આવતી કાલ સવાર સુધીમાં ગૂંચ વાળી સીટો પર પણ ચિત્ર સ્પષ્ટ થઇ જશે. નારાજગીને ખાળવા કોંગ્રેસ નામ જાહેર કરવાના બદલે સીધા જ ઉમેદવારી પત્રો ભરાવવાની નીતિ અપનાવી છે.

જિલ્લા પંચાયતમાં 9 સીટ પર એક પણ ફોર્મ ભરાયું નહી?
અમરેલી જિલ્લા પંચાયતની 34 સીટમાંથી સીટ નંબર 3, 4, 10,12, 16, 19, 22, 23 અને 34 પર હજુ સુધી એક પણ ફોર્મ ભરાયું ન હતું.

લીલીયામા ઢાેલનગારા સાથે ભાજપના ઉમેદવારાેઅે ફાેર્મ ભર્યું
લીલીયામા તાલુકા પંચાયતની 16 અને જિલ્લા પંચાયતની બે બેઠક પર અાજે ભાજપના ઉમેદવારાેઅે ઢાેલનગારા સાથે કચેરીઅે પહાેંચી ફાેર્મ ભર્યુ હતુ. અહી અાંબા, જાત્રાેડા, પુંજાપાદર, સલડી, ગુંદરણ, ખારા, ઇંગાેરાળા, પાંચ તલાવડા વિગેરે સીટ માટે ઉમેદવારાેઅે ફાેર્મ ભર્યુ હતુ.

ઠેર ઠેર નારાજગીના સુર
ઉમેદવારોના નામ જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટીમાં ઠેરઠેર નારાજગીના સૂર ઉઠ્યા હતા. ધારી અને ખાંભામાં કેટલાક હોદ્દેદારોએ રાજીનામાં આપ્યા હતા. અમરેલી પાલિકામાં પણ ટિકિટ ન મળતા ભાજપના કેટલાક કાર્યકરો નારાજ થયા હતા. કોંગીમાં હજુ નામોને લઈ અવઢવનો માહોલ હોય નારાજ કાર્યકરો પણ અંતિમ ઘડીએ પોતાનો ગોઠવાઈ જવાની આશા રાખી રહ્યા છે.

કઈ નગરપાલિકામાં કેટલા ફોર્મ ભરાયા ?

નામવોર્ડફોર્મ
અમરેલી1155
બાબરા62
બગસરા750
દામનગર667
સાવરકુંડલા922

કઈ તાલુકા પંચાયતમાં કેટલા ફોર્મ રજૂ થયા ?

નામ વોર્ડ ફોર્મ ​​​​

અમરેલી 18 53

બાબરા 18 15

બગસરા 16 47

ધારી 18 35

જાફરાબાદ 16 39

ખાંભા 16 22

વડીયા 16 35

લાઠી 16 21

લીલીયા 16 30

રાજુલા 20 27

સાવરકુંડલા 22 42

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો